આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં: પીવાના પાણીથી ફેલાતો નવો જીવલેણ રોગ..

વિશ્વમાં એક તરફ કોરોનાની મહામારીચાલી રહી છે તો બીજી તરફ અમેરિકાના ટેક્સસાના આઠ શહેરોના પાણીમાં એવો બેકટેરિયો જોવા મળ્યો છે જે વ્યક્તિના મગજને ખાઇ જતાં અંતે વ્યક્તિનું મોત થઇ જાય છે.

આ ગંભીર સ્થિતિ જોઇ એક શહેરે તો મહાઆપત્તિ જાહેર કરી દીધી હતી.પર્યાવરણ ગુણવત્તા અંગેના ટેક્સસાના કમિશનરે  બ્રાઝોસ્પોર્ટ વોટર ઓથોરિટી દ્વારા જારી કરાયેલી એક માર્ગરેખા બહાર પાડી તમામ ગ્રાહકોને જેમાં  વ્યક્તિના મગજને ખાઇ જનાર અમીબા નાઇગ્લેરિયા ફોલેરીના અંશો હોય તે પાણી નહીં પીવા સલાહ આપી હતી.

 ‘ગવર્નરની ઓફિસના આદેશથી પર્યાવરણ ગુણવત્તા અંગેના ટેક્સસાના કમિશનર સાથે મળી  બ્રાઝોસ્પોર્ટ વોટર ઓથોરિટી  આ સમસ્યાને ઉકેલવા પ્રયાસો કરે છે. જેમ બને તેમ જલદી આ સમસ્યાનો અંત લાવવાનો પ્રયાસ છે એમ માર્ગરેખામાં કહેવામાં આવ્યું હતું.

6 વર્ષના બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

કેન્દ્રએ જણાવ્યું કે આ જીવાણુ જે સ્વીમિંગ પૂલની યોગ્ય સારસંભાળ ન લેવાતી હોય અને ફેક્ટરીઓમાંથી છોડવામાં આવેલા ગરમ પાણીમાં પણ રહે છે. ચેતવણીમાં કહેવાયું છે કે લેક જેક્શન, ફ્રિપોર્ટ, એંગલેટોન, બ્રાઝોરિયા, રિચવુડ, ઓયસ્ટર ક્રીક, ક્લૂટ, રોઝેનબર્ગના લોકોને કહેવાયું છે કે તેઓ પાણીનો ઉપયોગ ન કરે. લેક જેક્શન વિસ્તારમાં ઈમરજન્સી જાહેર કરાઈ છપ્રશાસન હવે આ ગંદા પાણીના ઉકેલ માટે પ્રયત્નો કરી રહ્યું છે. આ ઘટના 8 સપ્ટેમ્બરથી શરૂ થઈ જ્યારે એક 6 વર્ષના બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બાળકની અંદર આ ઘાતક અમીબા મળી આવ્યો હતો. આ ઘટના બાદ પાણીની તપાસ કરાઈ તો તે પાણી નાઇગલેરીયા ફોવલેરીથી પોઝિટિવ જોવા મળ્યું છે. ત્યારબાદ લોકોને આ પાણી ન પીવાની સલાહ આપવામાં આવી.

સેન્ટ્રલ ઓફ ડિસીઝ કંટ્રોલના જણાવ્યાં મુજબ લોકો આ પ્રકારના અમીબાનો શિકાર સ્વિમિંગ દરમિયાન થાય છે. જ્યારે Naegleria fowleri તેમના નાકમાં પ્રવેશ કરીને તેમના મગજ સુધી પહોંચી જાય છે અને મગજના ટિશ્યુને ખાવાનું શરૂ કરી દે છે. આ પ્રકારના અમીબાના સંપર્કમાં આવનારા 97 ટકા લોકોનું બચવું ખુબ મુશ્કેલ હોય છે. 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close