
42 ડિગ્રીને પાર જવાની સંભાવના.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન છે. આગામી 4 કે 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. બુધવારથી સૂકું વાતાવરણ રહેશે. આજે દિવસ દરમિયાન અમગાવાદમાં 42 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.2 ડિગ્રીનો ઘટાડો થયો હતો.
આ પણ વાંચો..
ચૂંટણીનો અંત આવતાની સાથે જ પેટ્રોલ-ડીઝલ ના ભાવ માં ઉછાળો..
આગામી બે દિવસ બાદ અમદાવાદ માં તાપમાન 42 ડિગ્રીથી વધે તેની સંભાવના છે. 41 ડિગ્રી સાથે આજે અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર રાજ્યના હોટેસ્ટ સિટી બની રહ્યા હતા. આજે રાજ્યમાંથી અન્યત્ર વડોદરામાં 40.06, કેશોદમાં 40.04, ગાંધીનગર – ભૂજમાં 40.02, વલ્લભ વિદ્યાનગરમાં 39.09, સુરતમાં 36.06 ડિગ્રી અને ભાવનગરમાં 38.09 સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.