વેપાર
આવકવેરા રીટર્ન સમયસર ભર્યા નથી, તો તમારે પરિણામ ભોગવવું પડશે, આ નુકસાન થશે

તમારા માટે કેન્દ્ર સરકારના આવકવેરાના નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. નિયત સમયે આવકવેરા રીટર્ન (ITR) ફાઇલ કરવા જોઈએ. સમયસર આવકવેરા રીટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળતા, કરદાતાઓ માટે ગંભીર પરિણામો લાવી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યક્તિગત કરદાતાઓ માટે ટેક્સ રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારીને 31 ડિસેમ્બર 2020 કરી છે.

ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ બે મહિના વધારીને 31 જાન્યુઆરી 2021 કરવામાં આવી છે. સરકારે અગાઉ મેમાં પણ નાણાકીય વર્ષ 2019-20 માટે આઇટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈથી વધારી 30 નવેમ્બર કરી હતી, જેનાથી કરદાતાઓને પાલન કરવામાં રાહત મળી હતી.