
પતિ પત્ની વચ્ચે નાના મોટા જઘડા તો ચાલતા રહેતા હોય છે પણ ક્યારેય આવો કિસ્સો નહી સાંભળ્યો હોય કે આઇસ્ક્રીમ ખાવા જેવી નજીવી બાબત ઉપર થયેલ જઘડા એ આટલું રૌદ્ર રૂપ ધારણ કરી લીધું કે પત્નીએ આપઘાત કરવા જેટલો મોટો નિર્ણય લઈ લીધો હોય. સુરત શહેરની એક એવી જ ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા લાકડાના વેપાર સાથે જોડાયેલા પરિવારની પરિણીતાએ પતિ સાથે આઇસ્ક્રીમ ખાવા બાબતે થયેલા ઝઘડા બાદ આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે.

મૂળ કચ્છ-ભૂજના નખત્રાણાની વતની એવા ઉષાબેન વિઠ્ઠલભાઇ પટેલ પોતાના પતિ સાથે પાંડેસરા વિસ્તારમાં આવેલ શ્રી રામેશ્વર ટીમ્બર ખાતે રહેતા હતા. ચાર દિવસ પહેલા પરિણીતાએ તેના પતિને આઇસક્રીમ ખવડાવવાનું કહ્યું હતું અને પતિએ આઇસક્રીમ માટે ના પાડી દીધી હતી.
પત્નીને એ વાત લાગી આવી અને ચાર દિવસ પછી પંખા સાથે લટકીને તેને આપઘાત કરી લીધો હતો. આ પછી પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ ઘટના સ્થળે પંહોચી હતી. આઇસક્રીમ જેવા નાના મુદ્દે ઝઘડો થયા બાદ પરિણીતા આપઘાત કરી લે તે વાત પોલીસને પણ ગળે નથી ઉતરી રહી. પોલીસે આગળની તપાસ હાથે ધરી છે.