
પીએમ મોદીના જન્મદિવસ માટે અનેક સારા કામ લોકો આજકાલ કરી રહ્યા છે એમાં થી જ એક કામ આજે એટ્લે કે બુધવારે વાસણા વિસ્તાર (Vasana Area)માં ધારાસભ્ય અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ સારા કામ કરવાના ચક્કરમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગને ભૂલી ગયા હતા અને ટોળાં વળીને કામ કરતાં હતા.

પહેલા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાયો હતો અને હવે સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

લોકો સારા કામ કરી રહ્યા છે પણ સાથે જ એકબીજાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે.

આ કાર્યક્રમમાં 30થી વધુ લોકો જોડાયા જતા અને તમામ લોકો એકબીજાની નજીક રહીને સફાઈ કરી રહ્યા હતા.