હ્યુન્ડાઇ મિનિ ઇલેક્ટ્રિક SUV અને CUV લાવી રહી છે, 2023 સુધીમાં ભારતમાં લોન્ચ થવાની શક્યતા

સાઉથ કોરિયન કાર કંપની વર્ષ 2025 સુધીમાં તેના લાઇનઅપમાં ઓછામાં ઓછા 16 ફુલ્લી ઇલેક્ટ્રિક મોડેલોનો સમાવેશ કરવાનો પ્લાન છે અને આ માટે કંપનીએ ખાસ કરીને BEVs માટે Ioniq સબ-બ્રાંડ પણ બનાવી છે. કંપની મિનિ SUVથી શરૂ કરવાની સાથે ભારતમાં પણ નવી EV લોન્ચ કરવાની પ્લાન બનાવી રહી છે.
હ્યુન્ડાઇની ઓફિશિયલ ગ્લોબલ EV માં કેટલાક મોડેલ્સ સામેલ છે, જે ઇન્ડિયન માર્કેટ માટે આઈડિઅલ હોઈ શકે છે, જેમાં B-સેગમેન્ટ SUV અને નાના A-સેગમેન્ટ CUV સામેલ છે. કંપનીએ અગાઉ ભારતીય બજારમાં કોના ઇલેક્ટ્રિક SUV લોન્ચ કરી હતી.
ભારત જેવા પ્રાઇસ-સેન્સિટિવ માર્કેટમાં કોઇ વાહનને સ્પર્ધાત્મક કિંમત આપવી બહુ જરૂરી છે. ભારતની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની સુઝુકી આ જ લિમિટેશનને કારણે EV સેગમેન્ટમાં એન્ટ્રી કરવા માટે સંકોચ થઈ રહ્યો છે. એક ઇલેક્ટ્રિક વાહનની કિંમત સમાન પેટ્રોલ અથવા ડીઝલથી ચાલતા વાહનની તુલનામાં ઘણી વધારે હોય છે.

આપણા દેશમાં EV ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ સતત સુધરી રહ્યું છે અને સરકાર ટેક્સ લાભ અને ઇન્સેન્ટિવ દ્વારા EVની ખરીદદારીને પ્રોત્સાહન આપવાની દિશામાં પણ કામ કરી રહી છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં EVની ઓછી માગને જોતાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હ્યુન્ડાઇ ભારતમાં લોન્ચ કરતાં પહેલાં આ નવી ઇલેક્ટ્રિક CUV કેટલાક ઇન્ટરનેશનલ માર્કેટમાં લોન્ચ કરી શકે છે.
લોન્ચ સમયે નવી હ્યુન્ડાઇ ઇલેક્ટ્રિક CUV ટાટાની આગામી HBX ઇલેક્ટ્રિકની સંભવિત પ્રતિસ્પર્ધી હશે. તેની પ્રારંભિક કિંમત આશરે 10 લાખ રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા છે.