પત્નીની આત્મહત્યા માટે પતિ જવાબદાર નહી, સુપ્રીમ કોર્ટ

પતિની ઉશ્કેરણી થી પત્નીએ આપઘાત કર્યો છે તેમ સ્પષ્ટ સબૂત વગર માની શકાય નહિ
પંજાબના પતિ-પત્ની વચ્ચેના ઝઘડા અને ત્યાર બાદ પત્નીએ કરેલા આપઘાતને પગલે પતિને જવાબદાર ઠેરવવા અંગે ના કેસની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા સીમાવર્તી ચુકાદો આપવામાં આવ્યો હતો અને સુપ્રીમે એમ ઠરાવ્યું છે કે પત્નીની આત્મહત્યા માટે પતિદેવને જવાબદાર માની શકાય નહીં.
આ કેસમાં સુપ્રિમ કોર્ટે ઠરાવ્યું છે કે પત્ની આત્મહત્યા કરી લે તો એમ માનીને ચાલી શકાય નહીં કે પતિની ઉશ્કેરણી ને પગલે જ તેણે આત્મહત્યા કરી હશે. આ વાતને સ્થાપિત કરવા માટેના સ્પષ્ટ અને મજબૂત પુરાવા હોવા જરૂરી છે અને પુરાવા એવા હોવા જોઇએ જે દેખાઈ શકે. ન્યાયમૂર્તિ એન.વી રમણની અધ્યક્ષતાવાળી બેન્ચે દ્વારા પંજાબના પતિનો નિર્દોષ છૂટકારો ફરમાવ્યો છે.
પંજાબના ગુરુચરણમાં નામના પતિ અને તેના માતા-પિતાની સામે પત્નીની આત્મહત્યા ના આરોપમાં કલમ 304, 498 અને કલમ 34 હેઠળ આરોપ ઘડવામાં આવ્યા હતા જો કે ટ્રાયલ કોર્ટ દ્વારા એમ જણાવાયું હતું કે આરોપીઓને કલમ 304 અજય કલમ 498 હેઠળ દંડિત કરવા માટેના પૂરતા પુરાવા નથી પરંતુ એમની સામે 306 ની કલમ હેઠળ પત્નીને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો કેસ ચાલી શકે છે.
ટ્રાયલ કોર્ટ ની સામે ગુરુચરણ દ્વારા પંજાબ હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી અને હાઇ કોર્ટે પતિની અપીલ રદ્દ કરી દીધી હતી ત્યાર બાદ પતિએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
સુપ્રીમ કોર્ટ મા અપીલ સુનાવણી લાંબા સમય સુધી ચાલી હતી અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા કરાવવામાં આવ્યું હતું કે પત્નીની આત્મહત્યા પતિની ઉશ્કેરણી કારણે થઈ છે તેના કોઇ પુરાવા આ કેસમાં સ્પષ્ટ રીતે દેખાતા નથી. કોઈપણ મજબૂત પુરાવા વગર સીધા પતિને જવાબદાર ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે પતિને નિર્દોષ છૂટકારો ફરમાવ્યો છે.