ગામડાના રૃટ પર એસ.ટી. બસોનું સંચાલન કરાશેઃ કંડક્ટરને થર્મલ ગન આપવામાં આવશે

ગુજરાત એસ.ટી. નિગમે ગામડાઓમાં પણ બસને શરૃ કરવાનો નિર્ણય લીધો છે અને હવે એસ.ટી. બસોનું સંચાલન ગામડાના રૃટ પર ચાલુ થશે. વધુમાં કોરોના મહામારીને કારણે કંડક્ટરને એક થર્મલગન અપાશે જેનાથી મુસાફરોનું થર્મલ ગનથી સ્ક્રિનીંગ થઈ શકે.
કોરોનાકાળ પછી અનલોક ૪ માં રાજ્ય સરકાર ધીમે ધીમે તમામમાં છૂટછાટ આપી રહી છે, ત્યારે ગુજરાત એસ.ટી. નિગમે આજે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત એસ.ટી. નિગમને હવે ગામડાઓમાં પણ બસ ચાલું કરવાનો નિર્ણય લીધો છે. ગામડાના રૃટ પર હવે એસ.ટી. બસો સંચાલન ચાલું કરાશે. સોમવારથી ગામડામાં એસ.ટી. બસ દોડતી થઈ જશે, પરંતુ તેના માટે કોરોના ગાઈડલાઈન્સ પ્રમાણે બસ કંડક્ટરને થર્મલ ગન આપવાનો નિર્ણય કર્યો છે. કંડક્ટર મુસાફરનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરશે પછી જ બસમાં બેસવા દેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના મહામારીના કારણે રાજ્યની તમામ એસ.ટી. બસોનું સંચાલન સ્થગિત કરી દીધા પછી તબક્કાવાર શરૃ કરવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં તાલુકાથી તાલુકાનું સંચાલન ચાલું હતું ત્યારે હવે સોમવારથી ગામડાઓમાં પણ એસ.ટી. બસોનું રાત્રિ રોકાણ શરૃ થઈ જશે. જેના માટે એસ.ટી.ના કંડક્ટરને એક થર્મલ ગન આપવામાં આવશે. થર્મલ ગનથી મુસાફરોનું ટેમ્પ્રેચર તપાસ્યા પછી જ બેસવા દેવામાં આવશે. નિગમના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં સમગ્ર રાજ્યમાં એસ.ટી. બસોનું દરરોજની ર૩,પ૦૦ ટ્રીપોનું સંચાલન ચાલી રહ્યું છે, જો કે હવે ગામડાનું સંચાલન શરૃ થતા આ ટ્રીપો વધીને ૩ર,૦૦૦ એ પહોંચશે. આમ નિગમ દ્વારા એસ.ટી. બસોનું ૮૦ થી ૮પ ટકા સંચાલન શરૃ કરી દેવામાં આવ્યું છે.