
વડોદરાના એસએસજી હોસ્પીટલમાં બે દિવસ પહેલા એક ભીષણ આગ ફાટી નીકળી હતી. કોરોના વોર્ડની અંદર અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જો કે એ આગને કારણે કોઈ પણ જાનહાનિ થઈ નહતી.
ખબર એમ મળી હતી કે એક વેંટીલેટરમાં સ્પાર્ક થતાં થોડી જ ક્ષણોમાં આગ લાગી ગઈ હતી. એ આગથી બચવા માટે કોરોના પીડિત દર્દીઓ નાસભાગ કરવા લાગ્યા હતા. ડોક્ટરની સમજદારીથી કોઈ પણ જાનહાનિ થતાં બચી બાઈ હતી.
હોસ્પિટલમાંથી એક વિડીયો ક્લિપ વાઇરલ થઈ રહી છે જેમાં આગ કેવી રીતે લાગી તેના સ્પષ્ટ દ્રશ્યો જોવા મળે છે.