રાજકારણ

ચૂંટણી પહેલા રાજકોટમાં ભાજપનાં કેટલા કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાવાનો હાર્દિકે કર્યો દાવો?

હાર્દિકે એવો દાવો પણ કર્યો છે કે, ભાજપના વધુ પાંચ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાવા તૈયાર છે.


રાજકોટઃ ગુજરાતમાં આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા રાજકોટ ભાજપમાં ભંગાણ થયું છે. તેમજ ભાજપના વોર્ડ નંબર-5ના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા હાર્દિક પટેલની હાજરીમાં આજે કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે હાર્દિક પટેલે ચૂંટણી પહેલા વધુ 5 કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાવાનો દાવો કર્યો છે.
હાર્દિક પટેલે દાવો કર્યો છે કે, ઇંદ્રનીલ રાજ્યગુરુની પણ કોંગ્રેસમાં પુનઃ પ્રવેશની વાત ચાલી રહી છે. હાર્દિકે એવો દાવો પણ કર્યો છે કે, ભાજપના વધુ પાંચ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાવા તૈયાર છે. રાજકોટ ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ આ અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ભાજપનાં કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા કોંગ્રેસમાં જોડાશે તે અપેક્ષિત હતું.


આજે રાજકોટમાં હાર્દિક પટેલની હાજરીમાં દક્ષાબેન ઉપરાંત રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારી આગેવાન અને કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણી પણ કોંગ્રેસમાં જોડાયા છે. અતુલ કમાણીએ રાજકોટ યાર્ડમાં મચ્છરોને લઈને આંદોલન કર્યું હતું. અતુલ કમાણી ખેડૂત આગેવાન પણ છે. ચાંદનીબેન લીંબાસીયા સામાજિક મહિલા ,તેઓ પણ કોંગ્રેસમાં જોડાયા છે

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close