કોન બનેગા કરોડપતિ શો માં 5 કરોડ રૂપિયા જીત્યા બાદ જીવન કેવી થયું હતું બરબાદ…જાણો સુશિલની આપવીતી

ટીવીનો સૌથી વધુ પ્રચલિત શો કોન બનેગા કરોડપતિમાં દર વર્ષે થોડા લોકો ખૂબ મોટી રાશિ જીતીને ઘરે પાછા ફરે છે અને સાથે જ નામ પણ બનાવે છે. ત્યાં જ વર્ષ 2011માં સુશિલ કુમાર એ સૌપ્રથમ 5 કરોડની ધનરાશી જીતી હતી.

આટલા વર્ષો પછી સુશીલે તેના ઉપર વીતેલ આપવીતી સંભળાવતા કહ્યું હતું કે 5 કરોડ જેટલી મોટી રકમ જીત્યા પછી તેના જીવનમાં ખરાબ દિવસોનું આગમન થઈ ગયું હતું. એમને દારૂ અને સિગરેટની ખૂબ ખરાબ ટેવ પડી ગઈ હતી.
સુશિલ કુમારે તેના સોશિયલ મીડિયા પેજ પરથી જણાવ્યુ હતું કે કેબીસીમાં આટલી ધનરાશી જીત્યા પછી એમનું જીવન ખૂબ જ મુશ્કેલી ભર્યું બની ગયું હતું. તેઓ લોકલ સેલિબ્રિટિ બની ગયા હતા. એમને મહિનામાં દશ પંદર દિવસ સુધી કોઈને કોઈ કાર્યક્ર્મમાં જવાનું થતું. એમનું ભણતર બિલકુલ છૂટી ગયું હતું. નવી બીજનેસ શરૂ કરવાની કોશિશ કરી હતી પણ એ સફળ ન રહ્યો.
સાથે જ સુશીલે જણાવ્યુ હતું કે એ સમય દરમિયાન એમને ગુપ્ત દાન કરવાનો ચસ્કો લાગી ગયો હતો. એમને ઘણા પૈસા દાનમાં આપ્યા અને આવામાં એમને ઘણા ઠગારા પણ મળ્યા હતા. જ્યારે તેની પત્નીએ તેને રોકવાની કોશિશ કરી તો એમનો તેની પત્ની સાથે પણ સંબંધ ખરાબ થઈ ગયો હતો.

આટલા પૈસા હતા કે એમને એક કાર ખરીદી લીધી હતી અને એ દિલ્લી શહેરના દરેક ખૂણાઓ માં ચક્કરો મારતા હતા. ત્યાં એમની મુલાકાત ઘણા નવા લોકો સાથે થઈ અને ધીરે ધીરે એમને દારૂ અને સિગરેટની ખૂબ ખરાબ આદત પડી ગઈ હતી.
આટલા પૈસા કમાયા પછી એમને કશું કામ ઉકલતું નહતું અને નવરાશના સમયમાં તેઓ ફિલ્મો જોવા લાગ્યા હતા અને તેઓ એ નિર્દેશક બનવાના સપના સેવી લીધા હતા અને એટલા માટે ફરી મુંબઈ પંહોચી ગયા. ત્યાં લોકોએ તેમને પહેલા ટીવીમાં કામ કરવાની સલાહ આપી અને એમને એક પ્રોડકશન હાઉસમાં કામ પણ શરૂ કર્યું હતું પણ પછી એ પણ છોડી દીધું.

હવે ધીરે ધીરે સુશિલ કુમારે પોતાની જાતને સંભાળવાનું શરૂ કરી દીધું છે. અને ફરી શાળામાં ટીચરની નોકરી કરવાનનું શરૂ કરી દીધું છે સાથે દારૂ અને સિગરેટની આગત પણ હવેબિલકુલ છોડી દીધી છે.