દેવભૂમિ દ્વારકા
ખંભાળીયાના ઇમરજન્સી 108 વાનના સ્ટાફની પ્રમાણિકતા

ખંભાળિયા દ્વારકા ધોરીમાર્ગ પર આવેલા ધ્રેવાડ ગામના પાટિયા પાસે ગુરૂવારે રાત્રે પસાર થઈ રહેલી એક મોટરકારની સામે એકાએક ઊંટ આવી જતાં આ કારના ચાલકે સ્ટેરીંગ પરનો ગુમાવી દેતાં આ મોટરકાર પલ્ટી ખાઈ ગઈ હતી. આથી દ્વારકા 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ વાનના ઇ.એમ.ટી. હાર્દિકભાઈ અને પાયલોટ પરબતભાઈ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
કારમાં બેઠેલા આશરે 26 વર્ષીય રાહુલભાઈ નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ થવાથી તેમને દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તથા તેઓએ પરિવારજનોને બે કીમતી મોબાઈલ, અઝખ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, તથા અન્ય કિંમતી દસ્તાવેજ મળી, આશરે રૂ. 60 હજાર જેટલી કિંમતની ચીજવસ્તુઓ સહી સલામત રીતે પરત કરી, પ્રામાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.