હોલિવૂડ એક્ટ્રેસ સલમા હાયેકે સોશિયલ મીડિયામાં આંતરિક સુંદરતા સાથે માં લક્ષ્મીની કરી વાત

હોલીવૂડની સૌથી ખૂબસુરત અને જાણીતી અભિનેત્રીઓમાં સ્થાન પામતી સલમા હાયક આજે સોશ્યલ મીડિયા પર છવાઈ ગઈ છે.

સોશિયલ મીડિયામાં સલમાએ માતા લક્ષ્મીની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘જ્યારે હું આંતરિક સુંદરતા સાથે જોડાવવા માગું છું તો હું લક્ષ્મી દેવી પર ધ્યાન કેન્દ્રિત કરીને યોગ કરું છું. હિંદુ ધર્મમાં દેવી લક્ષ્મી ધન, સૌભાગ્ય, પ્રેમ, સુંદરતા, માયા, આનંદ તથા સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તેમની છબિ મને આનંદ આપે છે અને આનંદ તમારી આંતરિક સુંદરતાનું સૌથી મહાન દ્વાર છે.’ સલમાએ પોસ્ટ અંગ્રેજી તથા તેની માતૃભાષા મેક્સિકનમાં લખી હતી.
સલમાએ ટ્વિટર પર માતા લક્ષ્મીની એક તસવીર પણ પોસ્ટ કરી હતી.એ પછી સોશ્યલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થવા માંડી હતી.જોકે સલમા પહેલી અભિનેત્રી નથી જેને લક્ષ્મી માતામાં શ્રધ્ધા છે.આ પહેલા માઈલી સાયરસ અને જુલિયા રોબર્ટસ પણ હિન્દુ દેવી-દેવતાઓ પ્રત્યેની શ્રધ્ધા વ્યકત કરી ચુક્યા છે. માઈલી સાયરસ પણ લક્ષ્મી દેવીની પૂજા કરે છે.