
દાહોદ તાલુકાના કાળી તોળાઇ ગામ પાસેથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત સતી તોરલ હોટલ ની પાસે અચાનક એક ટ્રક આવી જતા મોટરસાઈકલ સવાર મહિલા વન કર્મીને અડફેટે લેતા ટ્રક ના પૈડા નીચે આવી જતાં મહિલા વન કર્મીનુ ઘટના સ્થળે મોત નિપજતા ચકચાર મચીજવા પામી હતી .
ગુજરાત સરકાર વહીવટી સુધારા માટે આ ફેરફારો કરી રહી છે..
મળતી માહિતી અનુસાર દાહોદ તાલુકાના કાળી તળાઇ ગામેથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત સતી તોરલ હોટલ ની પાસેથી વન વિભાગ માં બીટ ગાડૅ તરીકે ફરજ બજાવતા મુળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રહેવાસી અને હાલ ફોરેસ્ટ ક્વાટર્સના રહેવાસી અનુરાધાબેન પોતાના કબ્જા હેઠળની મોટરસાઈકલ પર દાહોદ તરફ જઇ રહી હતી . તે સમયે પાછળથી અચાનક ઘસી આવેલ જીજે . 03 . બી . ડબલ્યુ . 6339 નંબરના ટ્રકના ચાલકે મોટરસાઈકલ સવાર અનુરાધા બેન નુ ઘટના સ્થળે જ પ્રણ પંખેરુ ઉડી ગયુ હતું . જોકે ઘટનામાં ટ્રક ચાલક પોતાની ટ્રક ઘટના સ્થળેથી હંકારી લઇ ગયો હતો . અને હોટલ અવંતિકા પાસે ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો . ત્યારબાદ આ ઘટનાની જાણ દાહોદ પોલીસ સ્ટેશને થતા દાહોદ તાલુકા પોલીસે તાબડતોબ ઘટના સ્થળે મરણથનાર મહિલા વનકમીઁ ના મૃત્યુદેહ ને કબજે લઇ પી એમ માટે મોકલવાની તાજવીજ હાથ ધરી હતી .
દાહોદ : –
રિપોટૅર : – શૈલેષ રાઠોડ