
ગુજરાત હાઈકોર્ટને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવેથી ગુજરાત હાઈકોર્ટના ચુકાદા ગુજરાતીમાં ઉપલબ્ધ થશે. ગુજરાત હોઈકોર્ટની વેબસાઈટ પર તમામ ચુકાદા ગુજરાતીમાં મુકાશે. જેનાથી કોઈ પણ વ્યકિત માટે સરળતા રહેશે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના આ નિર્ણયથી પક્ષકાર અને જાહેર જનતાને ફાયદો થશે.
અત્યાર સુધી ગુજરાતી સિવાયની મહત્વની ભાષાઓમાં ચુકાદા મળતા હતા જેને કારણે અંગ્રેજી-હિન્દી નહિ જાણતા અરજદારો વગેરેને ઘણી મુશ્કેલી પડતી હતી તેનો હવે અંતે આવશે.