રાષ્ટ્રીય
હે રામ! રાજસ્થાનમાં પૂજારીને જીવતા સળગાવાયા બાદ UPમાં મંદિરના પૂજારી પર ફાયરિંગ

રાજસ્થાન બાદ હવે યુપીમાં પણ મંદિરના પૂજારી પર હુમલાની ઘટના બની.
યુપીના ગોંડામાં આવેલા રામ જાનકી મંદિરના પૂજારીને શનિવારે રાત્રે 2 વાગ્યે હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. ઘાયલ પૂજારીને હાલમાં લખનૌ લઇ જવામાં આવ્યા છે. આ હુમલા પાછળ જમીન માફિયાઓનો હાથ હોવાનુ કહેવાઈ રહ્યુ છે.
પોલીસના કહેવા પ્રમાણે મંદિરમાં 2 પૂજારી રહે છે. આ પૈકીના એક પૂજારી સમ્રાટ સિંહને રાત્રે 2 વાગ્યે ગોળી મારવામાં આવી હોવાની જાણકારી પોલીસને મળી હતી. ગોળી પૂજારીના ખભાને વાગીને નિકળી ગઈ હતી. હાલમાં તેમની સ્થિતિ સામાન્ય છે.
આ મંદિરની જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મંદિરના અન્ય એક પૂજારી પર અગાઉ હુમલો થઈ ચુક્યો છે.
પૂજારી પર ગઈકાલે થયેલા ફાયરિંગની ઘટનામાં 4 લોકો પર આરોપ લાગ્યો છે. આમાંથી બે લોકોની પૂછપરછ ચાલુ છે.