રાષ્ટ્રીય
હાથરસ પીડિતાનો ભાઈ : બધાને ઘરમાં કેદ કરાયા છે અને, પોલીસે તમામના ફોન લઈ લીધા

પીડિતાના ભાઈએ કહ્યુ હતુ કે, અમારા ફોન પણ પોલીસે લઈ લીધા છે, કોઈન ઘરની બહાર નિકળવા દેવાતા નથી.ઘરના સભ્યોએ મને કહ્યુ હતુ કે, મીડિયાને બોલાવી લાવ, તેઓ તમારી સાથે વાત કરવા માંગે છે, હું પોતે સંતાઈને તમારી પાસે આવ્યો છું.તેઓ અમને તમારી પાસે આવવા દેવા માંગતા નથી.મારા તાઉ કલેક્ટરે છાતીમાં લાત માર્યા બાદ બેહોશ થઈ ગયા હતા.તેના ભાઈએ મીડિયાને કહ્યુ હતુ કે ,અમારા પરિવારને ધમકાવવામાં આવી રહ્યો છે.
મારી ભાભી મીડિયાને મળવા માંગે છે અને કલેક્ટરે તો મારા તાઉને છાતી પર લાત મારી હતી.હાથરસમાં પીડિતાના પરિવારની પોલીસે ઘેરાબંધી કરી લીધી છે.તેના ઘરમાંથી કોઈને બહાર જવા દેવાતા ન થઈ. આમ છતા પીડિતાનો એક ભાઈ ગમે તેમ કરીને ખેતરના રસ્તે પોલીસ કર્મીઓની નજર ચુકાવીને ગામ બહાર ઉભેલા મીડિયાને મળ્યો હતો.