મનોરંજન
શું અભિનેત્રી શ્વેતા તિવારીને થયો છે કોરોના..?

હાલમાં જાણવા મુજબ અભિનેત્રી શ્વેતા તિવારી કોરોનો પોઝિટિવ છે તેવી ચર્ચા છે.
એક રિપોર્ટ્સ અનુસાર, શ્વેતા તિવારીની તબિયત થોડા સમયથી ઠીક નહોતી. જે બાદ તેણે કોરોનાની તપાસ કરાવી. તેના બાદ એના કોઈ સમાચાર આવ્યા નથી. સાથે એવી અફવા પણ આવી રહી છે એનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. હાલમાં ટીવી સીરિયલ ‘મેરે ડેડ કી દુલ્હન’માં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.
તાજેતરમાં હિમાની શિવપુરી, રાજેશ કુમાર, સારા ખાન, રાજેશ્વરી સચદેવ, સચિન ત્યાગી પણ કોરોના પૉઝિટીવ હોવાનું જાણવા મળ્યું હતું. પાર્થ સમથાનનો લગભગ એક મહિના પહેલા કોરોના રિપોર્ટ પૉઝિટીવ મળ્યો હતો. જોકે પાર્થ કોરોના સામેની જંગ જીતી ગયો હતો.