હરિયાણા: લાખો લૂંટ્યા બાદ વેપારીને જીવતો સળગાવી દીધો,

હરિયાણાના હિસ્સારમાં ડિસ્પોઝેબલ કપ અને પ્લેટનું કારખાનું ધરાવતા એક વેપારીના રૂપિયા 11 લાખ લૂંટી લીધા બાદ લૂંટારુઓએ વેપારીને એની કારમાં જીવતો જલાવી દેવાની ઘટના બની હતી.પોલીસે આપેલી માહિતી મુજબ હિસ્સારના હાંસી વિસ્તારમાં ભાટલા-દાતા રોડ પર આ વેપારી રામ મેહર (ઉંમર વર્ષ 35)ની ડિસ્પેાઝેબલ કપ અને પ્લેટ બનાવવાનું કારખાનું છે.
વેપારી પોતાનું કારખાનું બંધ કરીને કારમાં ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે લૂંટારુંઓએ એમની કારને રોકી હતી. વેપારીને લૂંટ્યા બાદ પોતે ઓળખાઇ જશે એવા ડરથી આ લોકોએ વેપારીને કારમાં બેસાડી રાખીને કારને જલાવી દીધી હતી.વેપારીની લાશ કારમાં મળી હતી. કારની નંબર પ્લેટ પરથી મરનારની ઓળખ મળી હતી. મોડી રાત્રે પોલીસને આ સમાચાર મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મરનારની ઓળખ મળ્યા બાદ એના પરિવારને જાણ કરી હતી.
પોલીસના કહેવા મુજબ મંગળવારે રાત્રે આ ઘટના બની હતી. આ ઘટનાના પ્રતિભાવ રૂપે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી રણદીપ સિંઘ સૂરજેવાલાએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની જેમ હરિયાણામાં પણ જંગલરાજ પ્રવર્તે છે.