મનોરંજન
હેપી બર્થડે બિગ બી: આજે સદી ના મહાનાયક નો જન્મદિવસ

આજે અમિતાભ બચ્ચન 78 વર્ષના થઇ ગયા છે. 11 ઓક્ટોબર, 1942ના રોજ ઇલાહાબાદ, ઉત્તર પ્રદેશના જન્મેલા અમિતાભ 51 વર્ષથી બોલિવૂડમાં એક્ટિવ છે.
આ વખતે તેઓ પોતાનો જન્મદિવસ ધામધૂમથી ન ઊજવતા ફક્ત પરિવારજનો સાથે જ મનાવશે. આ ઉપરાંત તેઓ KBCનું પણ શૂટિંગ કરશે.અમિતાભ આ વયે પણ હજી ફિલ્મો સતત સાઇન કરી રહ્યા છે, એટલું ઓછું હોય તેમ હવે તેઓ ડિજિટલ ડેબ્યુ પણ કરવાના છે.
અમિતાભ એપલ ટીવીની વેબ સીરીઝ શાંતારામમાં જોવા મળશે. આ સીરીઝમાં રાધિકા આપ્ટે અને ચાર્લી હન્નમ પણ કામ કરવાના છે. ગ્રેગરી ડેવિડ રોબર્ટસ દ્વારા લખવામાં આવેલ નવલકથા શાંતારામને પડદા પર ઉતારવા માટે છેલ્લા ૧૭ વરસથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
અમિતાભથી જોડાયેલી કેટલીક વાતો છે, જે કદાચ જ લોકોને ખબર હશે:
- અમિતાભનું પહેલું નામ ઇંકલાબ હતું. બાદમાં તેમના પિતા હરિવંશ રાય બચ્ચનને એમનું નામ બદલીને અમિતાભ કરી દીધું.
- એમને આર્ટ્સમાં ડબલ માસ્ટર ડિગ્રી મેળવી છે.
- એ ભારતીય વાયુસેનામાં સામેલ થવાનું સપનું જોતા હતા પરંતુ એમનું આ સપનું પૂરું ના થયું.
- અમિતાભે પહેલી જોબ દારૂ બનાવનારી એક કંપની શો વોલેસમાં કરી.
- સ્ટ્રગલના દિવસોમાં એમને કેટલીક રાતો મુંબઇના મરીન ડ્રાઇવની પાસે એક બેંચ પર પસાર કરવી પડી.
- એમણે ફિલ્મોમાં પહેલું કામ સત્યજીત રે ની એક ફિલ્મ ‘ભુવન શોમ’ માં વોઇસ નેરેટરના રૂપમાં મળી.
- ‘સાત હિંદુસ્તાની’ ફિલ્મથી એમણે પોતાનું ડેબ્યૂ કર્યું જે એમની એક માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ હતી.
- સતત 12 ફ્લોપ ફિલ્મો બાદ એમણે પહેલી હિટ ફિલ્મ મળી. 1975માં રિલીઝ થઇ એમની ફિલ્મ ‘શોલે’ દેશની સૌથી મોટી હિટ બની ગઇ.
- એ બોલીવુડમાં સૌથી વધારે ડબલ રોલ નિભાવનાર અભિનેતા છે.
- એમને પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે.
- અમિતાભ ડાબા અને જમણા હાથથી એક સરખું કામ કરે છે.
- અમિતાભને પેન એકત્રિત કરવાનો શોખ છે. એમની પાસે આશરે 1000 થી વધારે પેન છે.