
ગાંધીજયંતી નિમિત્તે ઉમરેઠ તાલુકાની શાખાઓમાં ICDS વિભાગ દ્વારા હેન્ડ વોચ કાર્યક્રમ યોજાયો સરકારશ્રીના આદેશ મુજબ ગાંધીજયંતી નિમિત્તે ઉમરેઠ તાલુકાની 24 શાળાઓમાં હેન્ડવોશ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રોગ્રામમાં શાળાના મુખ્ય શિક્ષક ICDS વિભાગના તાલુકા કક્ષાના કર્મચારી સરપંચ શ્રી તલાટીશ્રી અને આંગણવાડી કાર્યકરોએ હાજર રહી કોરોના ના નિયમો ને ધ્યાને લઇ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ ત્રણ મિનિટ પ્રાર્થના કરી ત્યારબાદ શાળાની સાફ-સફાઈ હેન્ડ વોશ કાર્યક્રમ,કીટ વિતરણ તથા પ્રમાણપત્ર અને માનનીય મુખ્યમંત્રીશ્રી કાર્યક્રમમાં લાઈવ જોડાણ નો કાર્યક્રમ રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું હતું પરંતુ જ્યારે પ્રમાણપત્રો અપાયા હતા ત્યારે બીજી બાળાઓએ સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાડ્યા હતા. લાઈવ કાર્યક્રમ માં કેટલાય વિદ્યાર્થીઓ માસ્ક ના પહેરેલ હોવાનું જોવા મળ્યું હતું. જો આ પ્રોગ્રામ બાદ વાયરસનો ફેલાવો ગામમાં વધે તો તેના માટે જવાબદાર કોણ રહેશે.
કુંજન પાટણવાડીયા