
- લાંચ લેવામાં પણ મોલભાવ
- 50 હજાર રૂપિયાનું કહી PSI અંતે 10 હજાર રૂપિયાની લાંચ લેતા જડપાયો
ગુજરાતમાં અવાર-નવાર સરકારી કર્મચારીઓ દ્વારા લાંચ લેવામાં આવતી રહે છે. આ વી ઘટનાઓ સતત સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત વડોદરા શહેરમાં અરજીના નિકાલ માટે ફરિયાદી પાસે 50 હજાર રૂપિયાની લાંચ માંગનાર વડોદરા શહેરના વાડી પોલીસ મથક ના PSI રાહુલ પરમાર 10 હજાર રૂપિયાની લાંચ લેતા ACBના છટકામાં રંગે હાથે ઝડપાયો હતો. પીએસઆઈની આવી માંગણી બાદ ફરિયાદી વ્યક્તિએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ આ માટે પોલીસ ચોકીમાં ટ્રેપ ગોઠવી હતી. વડોદરા ACBએ આરોપી PSIની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથધરવામાં આવી છે. લાંચ લેતા ઝડપાયા બાદ એસીબીએ પીએસઆઈ ફરજ બજાવે છે તે પોલીસ સ્ટેશન અને તેમના ઘરે સર્ચ ઓપરેશનશરૂ કર્યું છે. આ ઘટનાના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

PSI એ 50 હજારની લાંચ માંગી હતી
આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરમાં રહેતા ફરિયાદીના કારખાનાવાળી જગ્યા ઊપર એક વ્યક્તિએ અવરોધ ઊભો કર્યો હતો, જે અંગેની ફરિયાદીએ અરજી કરી હતી, જે અરજી સામે અવરોધ ઊભો કરનારા વ્યક્તિએ પણ ફરિયાદી વિરૂદ્ધ એટ્રોસિટીની અરજી કરી હતી.

આ સમસ્યાના નિકાલ માટે ફરિયાદી પાસે 50 હજાર રૂપિયાની લાંચ માગી હતી જે રકઝકના અંતે રૂપિયા 10 હજાર લેવાનું નક્કી કર્યું હતું. ત્યાફરિયાદી લાંચ દેવામાં નહતો માનતો એટ્લે તેને ACBને જાણ કરી હતી. જાણકારી માલ્ટા જ ACBની ટીમે વાડી પોલીસ સ્ટેશનની ડભોઇયા પોલીસ ચોકી ખાતે પંહોચ્યા અને PSIને ફરિયાદી પાસેથી 10 હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો.

રૂ. 10 હજારની લાંચ લેનાર પીએસઆઈ રાહુલ પરમાર અગાઉ તલાટી તરીકે ફરજ બજાવતો હતો. તે પરીક્ષા આપી પોલીસમાં જોડાયો હતો અને છેલ્લાં બે વર્ષથી પીએસઆઇ તરીકે ફરજ નિભાવતો હતો. તેના પિતા પણ પોલીસકર્મચારી તરીકે જ ફરજ બજાવે છે.