ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી

ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી જાહેર કરવામાં આવી છે. ઐતિહાસિક મહેલો, કિલ્લા, ઈમારતોને લઈને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હેરિટેજ હોટલ, મ્યુઝિયમ, બેન્કવેટ હોલ ખોલી શકાશે. ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસીમાં 1 જાન્યુ. 1950 પહેલાના હેરિટેજ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પોષાય તેવા દરે સુવિધાયુક્ત આવાસ મળવાની જાહેરાત કરાઈ છે. 1 થી 6 રૂમના આવાસનો હોમ સ્ટે તરીકે આપી શકાશે. હોમ સ્ટેને ઘરેલુ પ્રોપર્ટી ટેક્સ અને વીજદરમાં લાભ મળશે. ગુજરાતમાં હાલ 100 જેટલા હોમ સ્ટે કાર્યરત હોવાનું જાણવા મળી રહ્યું છે.
હેરિટેજ ટુરિઝમ પોલિસી અન્વયે નવી શરૂ કરાનાર હેરિટેજ હોટલમાં રિનોવેશન એકસપાંશન માટે રૂપિયા 5થી 10 કરોડ સુધીની સહાય મળશે. ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસીમાં હેરિટેજ હોટલ માટે રૂ.5 થી 10 કરોડ સુધીની સહાય આપવાનો નિર્ણય કરાયો છે. હેરિટેજ મ્યુઝીયમ હેરિટેજ બેંકવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ નવા શરૂ કરવા કે રીનોવેશન રિસ્ટરેશન માટે 45 લાખથી 1 કરોડ સુધીની સહાય અપાશે. પાંચ વર્ષ માટે 7 ટકા વ્યાજ સબસિડી મહત્તમ પ્રતિવર્ષ 30 લાખની મર્યાદામાં અપાશે. વૈવિધ્યનો ભરપુર લાભ લઈ શકશે. મુખ્યમંત્રીને વિદેશી હૂંડિયામણથી આવકના વધુ સ્ત્રોત ઊભા કરવાનો વિકાસલક્ષી પ્રેરણાદાયી વિચાર બિરદાવવામાં આવ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજ્યના આપણા શ્રી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી જાહેર કરી છે. જેના લીધે ગુજરાતની પ્રાચીન વસ્તુ ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે. આ સમાચાર દેશ-વિદેશના પ્રવાસીઓને રાજ્યના ઐતિહાસિક વિરાસતના સ્થાનો, હેરિટેજ પ્લેસીસ નજીકથી જોવા-માણવાનો લ્હાવો મળશે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો.
સ્થાનિક સ્તરે રોજગારની તકોની સાથે વિદેશી પ્રવાસીઓને ગુજરાતનો ઈતિહાસ, સંસ્કૃતિ પ્રવાસન વૈવિધ્યથી પરિચિત કરાવવાનો ટુરીઝમ ફ્રેન્ડલી હોલિસ્ટિક એપ્રોચ કરવામાં આવ્યો છે.