ગુજરાત

ગુજરાત અનલોક-4

સ્કૂલ-કોલેજો હજુ 30મી સુધી બંધ..

લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓને પણ કોઈ પાબંધી નહીં..

60 ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરી ખુલશે..

એસટી, ખાનગી બસ, કેબ સેવાને પણ 50 ટકા કેપેસિટી સાથે મંજૂરી..

ઓપન એર થિએટર 21મીથી ખોલી શકાશે..

ગાઈડલાઈનની મહત્વપૂર્ણ વાતો

લગ્ન સમારોહમાં 50ની વ્યક્તિની જ છૂટ 20 સપ્ટેમ્બર સુધી યથાવત..

21 સપ્ટેમ્બરથી શૈક્ષણિક સંસ્થાઓમાં 50 ટકા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને ઓનલાઈન શિક્ષણ-ટેલિ કાઉન્સેલિંગ માટે બોલાવી શકાશે..

આ બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી SOP નું પાલન કરવું પડશે.
21 સપ્ટેમ્બરથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી SOP અનુસાર કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધો.9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિ ધોરણે શિક્ષકોના માર્ગદર્શન અર્થે વાલીની લેખીત પૂર્વ મંજૂરી મેળવી સ્કૂલે જઈ શકશે.
સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ 21 સપ્ટેમ્બરથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી SOP અનુસાર શરૂ કરી શકશે.
ટેકનિકલ એન્ડ પ્રોફેશનલ પ્રોગ્રામ્સ ફોર PH.D અને અન્ય પોસ્ટ ગ્રેજ્યુએટ્સ કે જેમાં લેબ કે પ્રાયોગિક કાર્ય જરૂરી હોય તે અંગે ઉચ્ચ શૈક્ષણિક વિભાગ દ્વારા ગૃહમંત્રાલયના પરામર્શમાં નિર્ણય લેવામાં આવશે.
સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા અન્ય સમૂહમાં 21 સપ્ટેમ્બરથી 2020 થી 100 વ્યક્તિની મર્યાદામાં એકઠા થવાની છૂટ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગ. થર્મલ સ્કેનિંગ અને સેનેટાઈઝની સુવિધા સાથે આપવામાં આવશે. પરંતુ લગ્ન સમારોહમાં 50 વ્યક્તિ જ્યારે અંતિમ ક્રિયા કે અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા 20 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે.

અનલોક-3માં કઈ કઈ છૂટ આપી

1 ઓગસ્ટથી રાત્રી કર્ફ્યુમાંથી સંપૂર્ણ પણે મુક્તિ આપી
દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખવા છૂટ
5 ઓગસ્ટથી જીમ અને યોગ સેન્ટર ખોલવા છૂટ આપી

અનલોક-2માં આ છૂટ આપી હતી

અનલોક 2માં કર્ફયુમાં એક કલાકની રાહત આપી રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરાવ્યો હતો. જેનો અનલોક 3માં સંપૂર્ણ અંત આવી ગયો છે.
દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો
હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખવાની છૂટ આપી હતી.

અનલોક-1માં કઈ કઈ છૂટ મળી હતી

સાંજના 7 વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ
રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુનો લાદવામાં આવ્યો
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 60 ટકા બેઠક વ્યવસ્થા સાથે ST બસ સેવા શરૂ થઈ
તમામ દુકાનો ખોલવા માટે મંજૂરી આપી
સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ થઈ
મોલ, હોટેલ, રેસ્ટોરાં ખોલવાની છૂટ આપી
AMTS સહિત સમગ્ર રાજ્યમાં 50 ટકા સિટિંગ સાથે સિટી બસ સેવા ચાલુ કરી
ટુ-વ્હીલર પર બે વ્યક્તિને બેસીને જવાની છૂટ આપી
ફોર વ્હીલરમાં 1+2 અને મોટી ફોર વ્હીલરમાં 1+3નો નિયમ યથાવત રાખ્યો હતો
કન્ટેઇન્ટમેન્ટ ઝોન સહિત સમગ્ર રાજ્યમાં ફુલ સ્ટાફ સાથે બેન્ક પણ ચાલુ કરી

સચિવાલય અને સરકારી કચેરીઓ સંપૂર્ણપણે શરૂ કર્યા..

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close