કોરોનાના ભય વચ્ચે ગુજરાત યુનિવર્સીટીએ આયોજી પરીક્ષા, અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓ…

કોરોના વાઇરસનો સંકટ ધીમે ધીમે વધતો જાય છે એવામાં હવે લોકોમાં ભય ઘટતો જાય છે. અનલોકની પ્રક્રિયામાં ધીરે ધીરે શરુ થવા લાગ્યું એવામાં હવે ગુજરાત યુનિવર્સીટી દ્વારા મોકૂફ રખાઈ ઓફલાઈન પરીક્ષાની આજ થઇ છે. કોવિડ 19ના નિયમોના પાલન સાથે પરીક્ષાનું આયોજન ગોઠવાયું છે ત્યારે વિદ્યાર્થીઓની સાથે સાથે યુનિવર્સિટીના વ્યવસ્થા તંત્રની પણ પરીક્ષા હોય તેવું લાગી રહ્યું છે.
કોરોના સંક્રમણને કારણે જુદા જુદા કોર્ષનાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા બે તબક્કામાં લેવાશે. જેમાં 3 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરના રોજ અંદાજે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. પરીક્ષા કેન્દ્રના તમામ વર્ગખંડો સેનેટાઇઝ કરાયા છે.
એ ઉપરાંત પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓના ટેમ્પરેચરની ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ અપાશે. સાથે જ એક બેંચ પર એક વિદ્યાર્થીને બેસાડી સોશિયલ ડિસ્ટનસિંગનું પણ પાલન કરવામાં આવશે.

તમામ તકેદારી સાથે પરીક્ષાના સમય કરતાં 1 કલાક પહેલાં પરીક્ષાખંડમાં વિદ્યાર્થીને પ્રવેશ આપવા સહિતના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે.
કોરોના વાયરસના સંક્રમણના કારણે લૉકડાઉન જાહેર થયા બાદ ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં પરીક્ષાનું આયોજન અટવાયું હતું.
આ મહામારી વચ્ચે ગુજરાત યુનિવર્સીટીએ એક વખત ઓનલાઇન પરીક્ષાનું પણ આયોજન કરવાની કોશિશ કરી હતી. પણ તેમાં માત્ર 12 હજાર વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા માટે સહમતી આપી હતી. ત્યારબાદ ઓફલાઇન પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું