
વિદેશી રોકાણ આકર્ષવા માટે ગુજરાત દેશના ટોચના રાજ્યોમાં સ્થાન ધરાવે છે. જોકે covid-19 ને કારણે હવાઈ મુસાફરી પર પ્રતિબંધો હતા, તેમ છતાં, ગુજરાતમાં ૨૦૨૦-૨૧ શૈક્ષણિક વર્ષ માટે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થઈ છે. ગુજરાત તેની કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓને દોરવા માટે પસંદગીના સ્થળ તરીકે ચોક્કસપણે ઉભરી રહ્યું છે.
આ પણ જાણો.
વ્યવસાયલક્ષી વિરૂદ્ધ બજારલક્ષીઃ
- સર્વેમાં જણાવાયું છે કે 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાની ભારતની મહેચ્છા ખાસ કરીને નીચેની બાબતો પર આધાર રાખે છેઃ
- એવી વ્યવસાયલક્ષી નીતિને પ્રોત્સાહન આપવું કે જે સ્પર્ધાત્મક બજારો મારફતે સંપત્તિ સર્જનની શક્તિને વેગ આપે.
- ચોક્કસ ખાનગી હિતોને લાભ થાય તેવી નીતિથી દૂર રહેવું, ખાસ કરીને શક્તિશાળી લોકોથી દૂર રહેવું.
- શેર બજારની નજરે જોતાં જણાય છે કે સર્જનાત્મક વિનાશ ઉદારીકરણ પછીના સમયમાં નોંધપાત્ર રીતે ઘટ્યો છે.
- ઉદારીકરણ પહેલાં સેન્સેક્સની એક કંપની 60 વર્ષ સુધી ટકી રહેતી હતી, જેનો ગાળો ઉદારીકરણ પછી ઘટીને 12 વર્ષ થયો છે
- સ્પર્ધાત્મક બજારો ઉભા કરવામાં અસરકારક સફળતા મળવા છતાં કેટલાક લોકોને તરફેણ કરનારી નીતિઓને કારણે અર્થતંત્રમાં મૂલ્ય ઘટ્યું છે.
- વર્ષ 2007 થી 2010 સુધીમાં જોડાયેલી કંપનીઓનો ઈક્વિટી ઈન્ડેક્સ દર વર્ષે 7 ટકાના ધોરણે નોંધપાત્ર રીતે વધ્યો હતો.
- આથી વિરૂદ્ધ વર્ષ 2011થી ઈન્ડેક્સ વિપરીત ગતિ દર્શાવે છે અને આવી કંપનીઓમાં આંતરિક રીતે બિનકાર્યક્ષમતા અને મૂલ્યનું ધોવાણ જોવા મળ્યું છે.
- કેટલાક વર્ગોને ફાયદો કરે તેવી નીતિઓ જેવી કે વર્ષ 2011 સુધી કુદરતી સ્રોતોની મુનસફી પ્રમાણે ફાળવણીને કારણે લાભાર્થીઓ ભાડા મેળવતા થયા હતા, જ્યારે 2014 પછી સ્પર્ધાત્મક ફાળવણીને કારણે આ પ્રકારે ભાડા કઢાવાનું ઘટ્યું હતું.
- સમાન પ્રકારે કેટલાક લોકોની તરફેણમાં કરાયેલા ધિરાણોને કારણે ઈરાદાપૂર્વક નાદારી વધી છે, જ્યારે પ્રમોટરો બેંકોની સંપત્તિ સામુહિક રીતે હડપ કરતા થયા હોવાના કારણે ખોટ થતી રહી છે અને ગ્રામીણ વિકાસ માટેની સબસિડીઓ ટૂંકાવવી પડી છે.