ગુજરાત
ગુજરાત: નવરાત્રિ વખતે જ અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. તા.15 થી 17 ઑકટોબરમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સુરત-રાજકોટ, ગીર સોમનાથ, કચ્છમાં મંગળવાર સુધીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું હતું. 39.1 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.

વરસાદના વધુ એક રાઉન્ડથી ખેડૂતો ચિંતામાં,
ચાલુ વર્ષે 12 ઓક્ટોબર સુધીમાં અંદાજીત 87.24 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 86.77 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 102.76 ટકા વાવેતર થયુ છે.