ગુજરાત

ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે PIની ભરતીમાં મહિલા અનામત અંગે આપ્યો ઐતિહાસિક ચુકાદો..
ક્યા વર્ગની મહિલાઓને થશે મોટો ફાયદો ?
ઠરાવ મુજબ અનામત વર્ગની મહિલા ઉમેદવાર તેના મેરીટના આધારે ઓપન કેટગરીની મહિલા અનામતમાં આવતી હોય તો તેનો સમાવેશ અનામત વર્ગમાં જ કરાતો હતો..

 ગુજરાત હાઇકોર્ટે અનામત મુદ્દે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે કે, સરકારી ભરતીમાં ઓપન કેટેગરીની મહિલા અનામતની બેઠકો પર રાજ્યની મેરીટમાં આવતી તમામ કેટેગરીની મહિલાઓનો હક છે. આ ચુકાદાના કારણે જ્ઞાતિના આધારે અનામત મેળવતી એસસી, એસટી, ઓબીસી મહિલા ઉમેદવારોને મોટો ફાયદો થશે. આ મહિલા ઉમેદવારોને ઓપન કેગેટરીમાં ગણી શકાશે તેથી તેમના દ્વારા ખાલી કરાયેલી એસસી, એસટી, ઓબીસી અનામતની બેઠક પર એસસી, એસટી, ઓબીસી કેટેગરીની મહિલાને તક મળી શકશે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, અનામત વર્ગની મહિલા મેરીટમાં આવતી હોય તો તેને ઓપન કેટગરીની મહિલા અનામત બેઠકોમાં સમાવિષ્ટ ગણવામાં આવે. સરકારી ભરતી મુદ્દે રાજ્ય સરકારે તા.01.08.2018 ના રોજ બહાર પાડેલો ઠરાવ ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે રદ કર્યો. 2017 માં જી.પી.એસ.સી. દ્વારા લેવાયેલી પોલીસ ઇન્સપેક્ટર (વર્ગ-2)ની ભરતી મુદ્દે ઉપસ્થિત થયેલાં મુદ્દાઓ અંગે હાઇકોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે તા.01.08.2018 ના રોજ કરેલાં ઠરાવના કેટલાંક મુદ્દાઓને પડકારવામાં આવ્યા હતા.
આ ઠરાવ મુજબ અનામત વર્ગની મહિલા ઉમેદવાર તેના મેરીટના આધારે ઓપન કેટગરીની મહિલા અનામતમાં આવતી હોય તો તેનો સમાવેશ અનામત વર્ગમાં જ કરાતો હતો. તેમને ઓપન કેટેગરીમાં જગ્યા આપી તેની ખાલી પડેલી અનામત કેટેગરીની જગ્યા ભરવા માટેની જોગવાઇ આ ઠરાવમાં નહોતી. હાઇકોર્ટ આ ઠરાવને અયોગ્ય અને દોષપૂર્ણ ઠેરવ્યો છે અને તેને રદ કર્યો છે.આ ઉપરાંત હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે, ઓપન કેટેગરીની મહિલા અનામત બેઠકો પર રાજ્યની મેરીટમાં આવતી તમામ કેટેગરીની મહિલા ઉમેદવારોનો હક છે. હાઇકોર્ટ સમક્ષ આવેલી અરજીઓમાં પી.આઇ.ની કુલ 115 પોસ્ટ હતી. જેમાં ઓપન કેટેગરીની 60 બેઠકો હતી અને તે પૈકી 20 બેઠકો મહિલાઓ માટે અનામત હતી.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ten + 12 =

Back to top button
Close