ગુજરાત હાઈકોર્ટે ઓનલાઈન જુગાર ના મુદ્દે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે.

હાઈકોર્ટની ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જજ જેબી પારડીવાલાની ખંડપીઠે રાજ્યમાં ઓનલાઈન જુગાર અને ઓનલાઈન રમી પર પ્રતિબંધને લઈને દાખલ કરેલી જાહેરહિતની અરજી પર પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.
પોતાના ચુકાદામાં કોર્ટે રાજ્ય સરકારને આવા કેસો તાત્કાલીક જોવાનો તાકીદ કરી છે. છે. આ સાથે જ આવા કેસોમાં જાહેરહિતને ધ્યાનમાં રાખીને કાયદા પ્રમાણે સહેજ પણ વિલંબ વિના યોગ્ય નિર્ણય લેવો જોઈએ.હાઈકોર્ટે એ પણ કહ્યું કે, આ પ્રકારની કોઈ વેબસાઈટ ગુજરાતમાં ચાલી રહી છે અથવા કોઈ જુગારની રમતમાં લિપ્ત છે, તો તેના વિરુદ્ધ યોગ્ય કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. રાજ્ય સરકાર તરફથી દલીલ આપવામાં આવી હતી કે,

આ અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ ઘણાં જ મહત્વના છે અને સરકાર કાયદા અનુસાર આવા કેસોને ધ્યાનમાં લેશે.આ ગેમને રમનારાને તેની લત લાગી જાય છે અને તે પોતાના રૂપિયા વેડફી નાંખે છે.