ગુજરાત
ગુજરાત સરકારે કર્યું ઓનલાઈન RTI પોર્ટલ લોન્ચ..

હવે નાગરિકો સચિવાલયના કોઈપણ વિભાગમાંથી માહિતી મેળવવા માટે rtionline.gujarat.gov.in પર ઓનલાઇન RTI અરજીઓ ફાઇલ કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં જ મુખ્ય કચેરીઓ અને જિલ્લા-કક્ષાની કચેરીઓ માટે સેવાઓ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટે 15 નવેમ્બરના રોજ એક PILની સુનાવણી કરતા સમયે સરકાર RTI અરજીઓ પર ઓનલાઈન પ્રક્રિયા કરવા તૈયાર છે કે, કેમ તે અંગે રાજ્યનો જવાબ માંગ્યો હતો. પીઆઈએલની આગામી સુનાવણી 20 ડિસેમ્બરના રોજ થવાની છે.