
MD ડ્રગ્સની 151 ટેબ્લેટ જપ્ત કરીને ઋષિલ દવે નામના શખ્સની ધરપકડ.. ગાંધીનગર SOG દ્વારા MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ.. કુલ મુદ્દામાલમાં 7,47,500ની કિંમતની ટેબ્લેટ, મોબાઈલ, કાર સહિત 10,55,000નો મુદ્દામાલ કબ્જે..
ગાંધીનગર : રાજ્યના પાટનગરના સેક્ટર 2 માંથી ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે. MD ડ્રગ્સ સાથે ગાંધીનગર SOG પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી છે. SOG પોલીસે રૂપિયા 7.47 લાખની MD ડ્રગ્સની 151 ગોળી જપ્ત કરીને ઋષિક દવે નામના શખ્સને ઝડપ્યો છે.

પોલીસની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે જેમાં અમદાવાદમાં મોટેરાના પીષુય સાલ્વીએ આ મુદ્દામાલ મોકલ્યો હતો. આ ઘટના સંદર્ભે ગાંધીનગર સેક્ટર – 7 પોલીસમાં NDPS હેઠળ ગુનો દાખલ થયો છે.