ક્રિકેટર શ્રીસંતને મોટી રાહત..

દિલ્હી પોલીસે 2013માં IPL સ્પોટ ફિક્સિંગના આરોપમાં શ્રીસંત ની ધરપકડ કરી હતી
તે પછી BCCI એ શ્રીસંત પર 7 વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો હતો, જે આજે સમાપ્ત થયો.
તેણે કહ્યું કે સોમવારથી ક્રિકેટ રમવા માટે આઝાદ છું. હવે હું તમામ પ્રકારના આરોપોથી મુક્ત છું. જ્યારે પણ મને મેદાન પર તક મળશે, દરેક બોલ પર શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશ.
પ્રતિબંધ પૂરો થતા પહેલા શુક્રવારે શ્રીસંતે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, ‘હું દરેક પ્રકારના ચાર્જથી સંપૂર્ણ રીતે ફ્રી થઈ જઈશ અને આ રમતનું પ્રતિનિધિત્વ ફરી કરીશ જેને હું સૌથી વધુ પસંદ કરુ છું. હું દરેક બોલ પર મારૂ બેસ્ટ આપવાનો પ્રયાસ કરીશ. હું આ રમતને 5-7 વર્ષ વધુ આપી શકુ છું અને જે પણ ટીમ તરફથી રમીશ પોતાનું સર્વશ્રેષ્ઠ આપીશ.’ તમને જણાવી દઈએ કે શ્રીસંત પર 2013 આઈપીએલ સીઝન દરમિયાન ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો અને ત્યારબાદ આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. વર્ષ 2013મા શ્રીસંત સિવાય અજીત ચંડીલા અને અંકિત ચૌહાન પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.