સરકારી બાબુઓ કોરોના ભગાડે છે કે કોરોના દર્દી…

કોરોના દર્દીને દ્વારકા થી જામનગરનું ભાડુ ચુકવવું પડે છે દશ હજાર રૂપિયા..
દ્વારકાના સીવીલ હોસ્પિટલના ડોક્ટર દર્દીને ખંભાળીયા હોસ્પિટલમાં ખસેડી અને ખંભાળીયા સીવીલ હોસ્પિટલના ડોક્ટર જામનગર હોસ્પિટલમાં ખસેડી જવાબદારી પુરી કર્યાનો સંતોષ માને છે.
ગુજરાત 24 ન્યુઝ, દ્વારકા.
કોરોના સંક્રમણ ખુબ ઝડપથી વધતું જઈ રહ્યું છે. લોકો આ રોગથી ત્રાહીમામ પોકારી ગયા છે. લોકો શું કરવું તે સમજી શકતા નથી. આજકાલ લોકો સરકારી દવાખાનાથી પણ ડરવા લાગ્યા છે. લોકોના મતે હાલ વરસાદી સીઝન હોય લોકોને શર્દી ખાંસી સામાન્ય હોય છે. પરંતુ જો તમે સરકારી દવાખાને ગયા તો સમજી કોરોના દર્દી બની ગયા. અને તમે દવાખાને એડમીટ અને તમારા ધર અને પાડોશીઓ ક્વોરોટાઇન. જો તમે અન્ય જીલ્લામાં રહેતા હોવ તો 14 દિવસ અને ભગવાન રાજાધીરાજ દ્વારકાધીશની કરૂમભૂમિ દ્વારકામાં રહેતા હોવ તો 28 દિવસ ક્વોરોટાઇન થવાનું.
આજે એક ધટના સામે આવી છે. દ્વારકા નગર પાલીકામાં સફાઇ કર્મચારી તરીકે કામ કરતા કમલબહાદુર પ્રતાપબહાદુર બોગટી ના ધર્મપત્નિ મીનાબેન કમલબહાદુર બોગટી ઉ. વર્ષ 50 તથા તેમની નાની પુત્રી દિયા કમલબહાદુર બોગટી ઉ. વર્ષ 17 ની શર્દી ખાંસી તથા ગળાની તકલીફ હોય દ્વારકા સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા હતા. ફરજ પરના ડોકટર જયસ્વાલે ખુબ ઉદ્ધતાઈથી જવાબ આપેલ, જ્યારે દર્દીના સગાસબંધીઓ આ બધી ધમાલનું વિડીયો શુટીંગ કરવા લાગ્યા તો ડોકટર સાહેબ થોડા ઠીલા પડ્યા પણ પુત્રી દિયાની અહી સારવાર થશે. પરંતુ માતા મીનાબેનને ખંભાળીયા હોસ્પિટલમાં સારવાર માટે જવુ જ પડશે. તેમ કહી એમ્બ્યુલન્સ મારફત ખંભાળીયા મોકલાવેલ. જ્યારે ખંભાળીયા હોસ્પિટલના ડોકટરે અહી વેન્ટિલેટર નથી તેમ કહી જામનગર રીફર કર્યા હતા. કોરોના દર્દીને મોકલવાની વ્યવસ્થા સીવીલ હોસ્પિટલે કરવાની હોય છે. પણ એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ખંભાળીયાથી જામનગર જવાનું ભાડુ દર્દી પાસે દશ હજાર રૂપિયાની માંગણી કરી હતી. 60 કિલોમીટર જવાનું એમ્બ્યુલન્સનું ભાડુ રૂપિયા દશ હજાર.
આ સાંભળી દર્દીના હોશ ઉડી ગયા હતા. પણ જામનગર જવુ જરૂરી હોય, પહેલા ઓન લાઇન દશ હજાર રૂપીયા ટ્રાન્સફર કરી પછી જામનગર રવાના થયા હતા.
અમે દ્વારકાથી ખંભાળીયા કોરોના દર્દીને ફક્ત પચાસ લીટર ડીઝલના પૈસા લઈ હોસ્પિટલ પહોચાડીએ છીએ. પણ જામનગર જવુ હોય તો દશ હજાર ભાડુ લઇએ છીએ. કારણ કે મારી એમ્બ્યુલન્સ એવરેજ ઓછી આપે છે. અને દર્દીને ઓક્સિજન બોટલો ચડાવવો પડે. એથી થોડુક મોંધુ પડે. એમ્બ્યુલન્સ માલિક કમ ડ્રાઇવર..
જ્યારે જીલ્લા આરોગ્ય અધીકારી રાજેશ વી. પટેલે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.
આ કોરોના પ્રકરણની માહિતી મલતા જીલ્લા આરોગ્ય અધીકારી સાથે વાત કરી છે. કોરોના દર્દીને મુકવા જવાનો એમ્બ્યુલન્સનો ખર્ચ સરકાર ભોગવે છે. જેથી એમ્બ્યુલન્સ ડ્રાઇવરે લીધેલ દશ હજાર કોરોના દર્દીને પરત આપવામાં આવશે. નિહાર ભેટારીયા, પ્રાંત અધિકારી, દ્વારકા.