ગુજરાત

21મીથી સ્કૂલો શરૂ કરવા સરકારની મીટિંગઃ ટૂંકમાં નિર્ણય

– ઘણા સંચાલકો સ્કૂલો શરૂ કરવા તૈયાર પરંતુ અનેક વાલીઓ હજુ તૈયાર ન હોવાથી હાલ અસમંજસતા

– કેન્દ્રની એસઓપીના અભ્યાસ બાદ નિર્ણય થશે

કેન્દ્ર સરકારે ૨૧મીથી ધો.૯થી૧૨માં વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે આંશિક ધોરણે સ્કૂલો શરૃ કરવા માટે એસઓપી જાહેર કરી દીધી છે ત્યારે હવે ગુજરાતમાં ૨૧મીથી સ્કૂલો શરૃ થશે કે કેમ તેને લઈને હાલ વાલીઓ-સ્કૂલો અને વિદ્યાર્થીઓમાં અસમંજસતા ફેલાઈ છે.જ્યારે સરકારે એસઓપીનો અભ્યાસ કરી નિર્ણય કરવા માટે મીટિંગ બોલાવી હતી.

શિક્ષણમંત્રીએ આજે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.જેમાં અધિકારીઓને કેન્દ્ર સરકારની એસઓપી-ગાઈડલાઈનનો વિગતવાર અભ્યાસ કરી આવતીકાલ સાંજ સુધી રિપોર્ટ આપવા શિક્ષણમંત્રીએ જણાવ્યુ છે. અભ્યાસ બાદ સરકાર એક-બે દિવસમાં સ્કૂલો શરૃ કરવા અંગે નિર્ણય જાહેર કરશે.જો કે કેન્દ્ર સરકારની એસપીઓ મોટા ભાગે રાજ્યમાં સ્કૂલો શરૃ કરવા માટે અમલમાં મુકાશે સરકાર સંપૂર્ણ પાલન કરશે પરંતુ ઘણા સંચાલકો સ્કૂલો શરૃ કરવા તૈયાર નથી તો ઘણા વાલીઓ બાળકોને હજુ સ્કૂલે મોકલવા રાજી નથી.જ્યારે ઘણા સ્કૂલ સંચાલકો ૨૧મીથી સ્કૂલો ખોલવા તૈયાર છે.

આમ સરકારે વધતા કોરોના કેસ વચ્ચે કોઈ વિવાદ ન થાય અને સમાપણે તમામને સાથે લઈને નિર્ણય કરવો પડશે અને ગાઈડલાઈન આપવી પડશે.જો કે ૨૧મીથી વાલીઓ પોતાની સંમંતિથી બાળકોને માત્ર શિક્ષકોના માર્ગદર્શન માટે સ્કૂલે મોકલી શકશે.વિદ્યાર્થીઓની હાલ કોઈ પણ જાતની હાજરી ધ્યાને નહી લેવાય.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ten − 9 =

Back to top button
Close