
આજકાલ દરેક ગુજરાતીના મનમાં બસ એક જ સવાલ હોતો હશે કે શું આ વખતે નવરાત્રિનું આયોજન થશે ખરું? એવામાં સરકાર તરફથી હજુ સકારાત્મક સંકેતો મળી રહ્યા છે પણ આ વખતે નવરાત્રિનું આયોજન થશે કે નહીં એ વાત પર હજુ કોઈ ઠોસ નિર્ણય આવ્યો નથી.

આવી પરિસ્થિતીમાં દરે ખૈલૈયા તો ચિંતામાં છે પણ તેનાથી વધુ સાઉન્ડ એન્ડ લાઈટ સ્ટેજ ઓનર્સ પરેશાન છે. લોકડાઉન વખતથી સાઉન્ડનો ધંધો ઠપ્પ રહેવાથી આખરે રાજકોટ એસોસિએશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે એ મુજબ જો નવરાત્રિની સરકાર મંજૂરી નહીં આપે તો આગામી ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષને સાઉન્ડ સિસ્ટમ નહીં આપવામાં આવે.
રાજકોટ, મોરબી, ગોંડલ અને જસદણના 400 સાઉન્ડના ધંધાર્થીઓ આ નિર્ણયમાં જોડાયા છે.લોકડાઉનથી કરીને આજ સુધી એમનો ધંધો ઠપ્પ પડ્યો છે અને તેને કારણે સાઉન્ડ અને લાઇટ્સના એસોશીયેશનના પ્રમુખે આ નિર્ણય લીધો છે.