આંતરરાષ્ટ્રીય

ગુગલ 2022 થી ભારતીય એપ પાસેથી વસુલશે 30 ટકા કમિશન,

અમેરિકાની મલ્ટિનેશનલ કંપની ગુગલે નવી બિલિંગ સિસ્ટમથી ભારતીય એપ ડેવલપરને વધું મહિનાની રાહત આપી છે, પરંતું જે પ્રકારે કંપની માર્ચ 2020 થી 30 ટકા કમિશન વસુલવાનાં ને લઇને મક્કમ છે,

આ બાબત મોટા વિવાદનું સ્વરૂપ લઇ શકે છે. પહેલા ગુગલે 30 ટકા કમિશન લગાવવાનો નિર્ણય 30 સપ્ટેમ્બર 2021 થી લાગુ કરવાનું એલાન કર્યું હતું. ગુગલનું કહેવું છે કે તે ભારતીય ડેવેસપર્સ પાસેથી 31 માર્ચ 2020 થી ઇન-એપ પર્ચેજ પર 30 ટકા કમિશન લાગશે, કંપનીનું કહેવું છે કે તેને સ્થાનિક જરૂરીયાતો અને ચિંતાઓનું ધ્યાન છે.

ભારતીય સ્ટાર્ટઅપ એકસાથે ગુગલને પડકારવાની તૈયારી કરી રહ્યા છે, તે પહેલા ગુગલે 30 ટકા કમિશન લગાવવાનો નિર્ણય 30 સપ્ટેમ્બર 2021થી જ લાગુ કરવાની ઘોષણા કરી હતી,  જેના વિરૂધ્ધ ભારતીય સ્ટાર્ટઅપે કોર્ટ અને સરકારને ફરિયાદ કરી હતી, તેનું માનવું છે કે ગુગલ પ્લે સ્ટોરની નિતીઓ તેમના બિઝનેસને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

ગુગલે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું અમે ત્યા સુધી સફળ નથી થઇ શક્તા જ્યાં સુધી અમારા પાર્ટનર સફળ નથી થતા,

ગુગલે કહ્યું તે અગ્રણી ભારતીય સ્ટાર્ટઅપ માટે લિસનિંગ સેસનનું આયોજન કરશે, ગુગલે કહ્યું કે હવે દુનિયામાં માત્ર 3 જ એપ એવા બચ્યા છે જે તેમની નિતીઓનું પાલન નથી કરી રહ્યાં. 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ten + twenty =

Back to top button
Close