સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે સારા સમાચાર..

સ્પાઈસ જેટે સી-પ્લેનની ટિકિટના નવા દર કર્યા જાહેર . અમદાવાદ સાબરમતીથી કેવડિયા સુધી વન – વે માટે 1500 રૂપિયા ભાડું રહેશે.સી-પ્લેનનું બંને તરફનું ભાડું 3,000 રૂપિયા રહેશે.આ માટેની ટિકિટ 30 ઓક્ટોબર, 2020થી www.spiceshuttle.com પર ઓનલાઈન બુકિંગ શરૂ થશે.સ્પાઇસજેટ આ ફ્લાઇટ માટે 15-સીટર ટ્વિન ઓટ્ટર 300 એરક્રાફ્ટનો ઉપયોગ કરશે.
સિ-પ્લેન ફ્લાઇટ શેડ્યુલ.દરરોજ સીપ્લેન ફ્લાઇટ સવારે 10.15 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદથી ઉપડશે અને સવારે 10.45 વાગ્યે કેવડિયા પહોંચશે.સવારે 11.45 કલાકે કેવડિયાથી ઉપડશે અને બપોરે 12.15 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ પહોંચશે.
બપોરે 12.45 કલાકે ફ્લાઇટ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી ઉપડશે અને બપોરે 1.15 વાગ્યે કેવડિયા પહોંચશે.છેલ્લી ફ્લાઈટ કેવડિયાથી બપોરે 3.15 વાગ્યે ઉપડશે અને બપોરે 3.45 કલાકે સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ પહોંચશે.