રાષ્ટ્રીય

કુંવામાં પડેલ ગાયના વાંછડાને નિકાળવા ગયેલ પાંચ લોકો મૃત્યુ ..

ઉતરપ્રદેશના ગોંડા જિલ્લામાં એક કુંવામાં ગાયનું વાછડું પડી ગયું હતું. એ વાછડાને બહાર લઈ આવવા માટે પાંચ લોકો એ કુંવામાં ઉતર્યા હતા અને ત્યાં જ મૃત્યુ પામી ગયા. ગામના લોકોએ આ ઘટનાની જાણ પોલીસ અને ફાયરબ્રિગેડને કરી હતી.

ત્યારે જાણવા મળ્યું કે કુંવામાં પડેલ ગાયના વાંછડાને બચાવવા માટે 5 લોકો કુંવામાં ઉતર્યા હતા અને ધીરે ધીરે બધા બેભાન થવા લાગ્યા. અંતે કૂવાના પાણીમાં ડૂબીને એમની મૃત્યુ થઈ ગઈ હતી.

એ કૂવાની અંદર જેરી ગેસ હોય શકે એવી આશંકા જતાવવામાં આવે છે. કૂવાના પાણીમાં ડૂબેલ દરેક વ્યક્તિ 20 થી 25 વર્ષની આસપાસના હતા. સ્થાનીય લોકોનું એવું કહેવું છે કે આ પાંચ લોકો એકબીજાને બચાવવાને કારણે કૂવામાં ઉતર્યા હતા. આ મૃત્યુ પામેલ વ્યક્તિઓમાં એક જ ઘરના 4 સદસ્યો હતા.

ત્યાંનાં સ્થાનિકો કૂવામાં કચરો ફેંકતા હતા અને એટલે જ કૂવાની અંદર કીચડ થઈ ગયું હતું અને તેના ઉપરથી અંદાજો લગાવી શકાય કએ ત્યાં કોઈ જેરી ગેસને કારણે લોકો બેભાન થયા હશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 4 =

Back to top button
Close