વિશ્વ બજારમાં સોના ચાંદી ઊંચકાયા…

સોનાચાંદી બજારો સત્તાવાર બંધ રહ્યા હતા પરંતુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમના પત્ની કોરોના પોઝિટિવ આવતા વિશ્વ બજાર પાછળ મુંબઈ બજારમાં ખાનગીમાં સોનાચાંદી ઊંચકાયા હતા. તેલમાં માગ નીચી રહેવાના અહેવાલોએ ભાવમાં કડાકો બોલાઈ ગયો હતો. ખાનગીમાં ડોલર પણ મજબૂત રહ્યો હતો.
ન્યુયોર્ક ક્રુડ તેલ પ્રતિ બેરલ ૩૭.૧૦ ડોલર જ્યારે બ્રેન્ટ ૩૯.૨૯ ડોલર બોલાતું હતું. ક્રુડ તેલમાં પૂરવઠામાં વધારો તથા માગ ઘટવાના અહેવાલો વચ્ચે ભાવમાં ચાર ટકાથી વધુનો કડાકો બોલાઈ ગયો હતો. લિબિયા બાદ હવે રશિયા તથા સાઉદી ખાતેથી ક્રુડ તેલનો પૂરવઠો વધી રહ્યાના અહેવાલ છે જ્યારે બીજી બાજુ વર્તમાન વર્ષમાં ક્રુડ તેલની માગ હજુ ઘટવાના વરતારા આવી રહ્યા છે.વિશ્વ બજારમાં ડોલરમાં મજબૂતાઈને લઈને સ્થાનિકમાં બંધ બજારે ડોલર ૭૩.૧૫ રૂપિયાવાળો ૭૩.૩૫ રૂપિયા

અમદાવાદ બજારમાં ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૫૦૦ વધી ૬૦,૦૦૦ રહ્યા હતા જ્યારે સોનામાં પણ ૫૦૦ નો વધારો થઈ ૯૯.૫૦ દસ ગ્રામના રૂપિયા ૫૨૩૦૦ તથા ૯૯.૯૦ ના રૂપિયા ૫૨૫૦૦ રહ્યા હતા. ચાંદી ૨૩.૭૩ ડોલરવાળી ૨૩.૯૭ ડોલર બોલાતી હતી. પ્લેટિનમ ૯૦૪ ડોલરથી ઘટી ૮૯૦ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૨૩૨૮ ડોલરવાળું ૨૩૦૯ ડોલર બોલાતું હતું. ગોલ્ડ એક ઔંસના ભાવ ૧૯૦૧ ડોલરવાળા ૧૯૧૬ ડોલર થઈ મોડી સાંજે ૧૯૦૯ ડોલર બોલાતા હતા.