
છેલ્લા ઘણા સમયથી રિલાયન્સના નેટવર્ક જીઓને કારણે અનેક ટેલિકોમ કંપનીઓએ તેના ભાવ ઘટાડવા પડ્યા હતા અને સાથે જ તેમના યુજર્સમાં પણ ઘટાડો આવો હતો. ઈન્ટરનેટને સાવ પાણીના ભાવે લોકો સુધી પંહોચાડ્યા બાદ જે લોકો ઈન્ટરનેટને સોનાના ભાવે વહેંચતા હતા તેમને ઘણી હાલાકી ભોગવવી પડી હતી.

જો કે ધીરે ધીરે જીઓના પણ ભાવ વધવા લાગ્યા છે પણ પહેલા કરતાં ઈન્ટરનેટ હવે ઘણું સસ્તું બની ગયું છે. લોકડાઉનને કારણે અનેક ટેલિકોમ કપણીઓને પણ નુકશાન થયું હતું એવામાં વોડાફોન અને આઇડિયા જેવો બે વિશાળ ટેલિકોમ કંપનીઓ મર્જ થઈ છે.

વોડાફોન અને આઇડિયાએ સોમવારે એટલે કએ આજે સવારે જ પોતાની મર્જ થયેલ નવી બ્રાન્ડનું નામ બહાર પાડ્યું છે. બંનેની મર્જ થયેલ નવી બ્રાન્ડનું નામ ‘VI’ રાખ્યું છે.

ઘણાખરા સમયથી જીઓને કારણે વોડાફોન અને આઇડિયાને ઘણું નુકશાન પંહોચી રહ્યું હતું એન કંપનીઓ ખોટમાં ચાલી રહી હતી. હવે પોતાના કારોબારને મજબૂત બનાવવા માટે એમને પોતાના બીજનેસની રણનીતિ બદલી છે.