
ગિરનાર રોપ-વેનું ઉદઘાટન થઈ ગયું છે. પરંતુ તેના વધુ પડતા ચાર્જને લઈને વિરોધ ઉઠયો છે.અનેક રજુઆત અને વિરોધ બાદ ગિરનાર રોપ વેના ભાડામાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. ભાડું ઘટાડવા માટે વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી રજુઆત કરવામાં આવી હતી.

જૂનાગઢવાસીઓનું વર્ષો જૂનું સ્વપ્ન હતું કે રોપવે યોજના સાકાર થાય. રોપવે બને તો પરિવારને તેમજ બહાર રહેતા સગાં-સબંધીઓને રોપવે મારફત યાત્રા કરાવી પુણ્ય કમાઇ શકે. જોકે રોપવેની ટિકિટના ભાવ સાંભળ્યા બાદ તમામ જૂનાગઢવાસીને લાગી રહ્યું છે કે તેમનું સ્વપ્ન રોળાઇ ગયું છે.
નવી જાહેરાત પ્રમાણે પુખ્ત વયની વ્યક્તિ માટે ટિકિટનો ભાવ 700 રૂપિયા રહેશે. આ માટે અલગથી જીએસટી ચૂકવવો નહીં પડે. 700 રૂપિયાની ટિકિટમાં વ્યક્તિ ઉપર જઈ અને પરત આવી શકશે. જ્યારે બાળકો માટે આવવા અને જવાના ટિકિટનો ભાવ જીએસટી સહિત 350 રૂપિયા રહેશે. જો કોઈ વ્યક્તિએ એક તરફની મુસાફરી કરવી હશે તો તેમણે આ માટે જીએસટી સહિત 400 રૂપિયા ચૂકવવા પડશે.

હાલની ટિકિટના દર 600+18% GST : 14 નવેમ્બર પછી ટિકિટના દર 700+18% GST સાથે 826 થશે
ગીરનાર રોપવે પ્રૉજેક્ટ ભવનાથ તળેટીથી લઈને અંબાજી મંદિર સુધીનો છે. જેમાં કુલ 9 ટાવર ઉભા કરાયા છે. તેમાં 6 નંબરનો ટાવર કે જે ગીરનારના એક હજાર પગથીયા પાસે આવેલો છે તે ટાવર આ યોજનાનો સૌથી ઊંચો ટાવર છે, જેની ઉંચાઈ 67 મીટર છે. ભવનાથ તળેટીથી લઈને અંબાજી સુધીનું અંતર 2.3 કિ.મી.નું છે. રોપ વેથી પ્રવાસીઓ 7 મિનિટમાં તળેટીથી અંબાજી પહોંચી શકશે. શરૂઆતના તબક્કામાં 24 ટ્રોલી લગાવાશે, એક ટ્રોલીમાં 8 લોકો બેસી શકે તેવી ક્ષમતા છે એટલે કે એક ફેરામાં 192 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે.