વિનંતી છતાં 1400 ટન ઓક્સિજન સામે 975 ટન ઓક્સિજન આપ્યો; કારણ જાણો..

ગુજરાતની હાલની દૈનિક ઓક્સિજનની જરૂરિયાત
1,400 મેટ્રિક ટનની છે અને તે 15 મે સુધીમાં વધીને
1,600 મેટ્રિક ટને પહોંચશે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી
હાલ માત્ર 975 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો જ
ગુજરાતને ફાળવવામાં આવી રહ્યો છે. ગુજરાતના મુખ્ય
સચિવ અનિલ મુકીમે સુપ્રીમકોર્ટમાં થયેલી સુઓ મોટુ
અરજીના સંદર્ભે જવાબ રજૂ કરતાં એક સોગંદનામામાં
આમ જણાવ્યું છે.
આ પણ વાંચો..
પ્રથમ વખત એક જ દિવસમાં 4,000 લોકોનાં
મોત..

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ઓછો જ નથી થઈ
રહ્યો. દરરોજ કોરોના વાયરસના નવા દર્દીઓની સંખ્યા
ચાર લાખને પાર થઈ રહી છે. છેલ્લા 24 કલાકની વાત
કરવામાં આવે તો દેશમાં કોરોના વાયરસના નવા
4 લાખ 1 હજાર 228 નવા દર્દી નોંધાયા છે. જ્યારે
પ્રથમ વખત દેશમાં મોતનો આંકડો ચાર હજારને પાર
થઈ ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી
4, 191લોકોનાં મોત થયા છે. આ એક રેકોર્ડ છે.