રાષ્ટ્રીય
આજથી 20 જોડી ક્લોન ટ્રેન દોડશે.

રેલવે મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ ટ્રેનો શ્રમિક સ્પેશ્યલ અને સ્પેશ્યલ ટ્રેનો ઉપરાંત હશે. ક્લોન ટ્રેનો યુપી, બિહાર, દિલ્હી, પંજાબ સહિત કેટલાંય રાજ્યોની વચ્ચે દોડશે. ભારતીય રેલવે સોમવારથી કેટલાંક ખાસ રૂટસ માટે 20 જોડી ક્લોન ટ્રેન દોડાવી રહ્યું છે
રેલવે દ્વારા રજૂ કરાયેલી યાદી પ્રમાણે અમૃતસર-જયાનગર, નવી દિલ્હી-લખનઉ, બેંગલુર-દાનાપુર, અમદાવાદ-દરભંગા, દિલ્હી-અમદાવાદ, પટના-અમદાવાદ, વારાણસી-નવી દિલ્હી અને અમ-તસર-બાંદ્રાની વચ્ચે ક્લોન ટ્રેનો દોડશે.

જાણો શું હોય છે આ ક્લોન ટ્રેન : આ ટ્રેન મૂળ ટ્રેનના રૂટ પર જ ચાલે છે. તેને કોઇ ખાસ રૂટ પર વધતી માંગણીને પૂરી કરવા માટે ચલાવાય છે. ક્લોન ટ્રેન એટલા માટે પણ કારણ કે રેલવે રૂટ પર બીજી ટ્રેનો વધારવાની જગ્યાએ પહેલેથી જ ચાલી રહેલ ટ્રેનના નામ પર જ એવી જ એક બીજી ટ્રેન વધારી દે છે,