અમદાવાદગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર હવેથી મુસાફરોને મળશે આ લાભ..

અમદાવાદઃ એરપોર્ટ પર બેસવાની તો સુવિધા હોય છે, જો કે ઊંઘવાની સુવિધા ક્યાંય હોતી નથી. પરંતુ જો કોઈ તમને કહે કે શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર મુસાફરોને ઊંઘવા માટે પણ એક સારી સુવિધા મળી રહી છે તો? તમને કદાચ આ વાંચીને નવાઈ લાગશે. પરંતુ આ સત્ય છે. જો તમે પણ તેમાંથી એક છો જેમણે ઓફિસમાં આખી રાત કામ કર્યું છે અને ફ્લાઈટ પકડવા માટે સીધા એરપોર્ટ જવાનું છે, તો તમને ત્યાં જ આરામ મળી રહેશે. એરપોર્ટ પર હવેથી તમે ખુરશી પર લાંબા થવાના બદલે સ્લીપિંગ પોડનો વિકલ્પ પસંદ કરી શકો છો, જે વધારે આરામદાયક છે.

urban nap 2.

આ નાના અને સ્વ-સમાવિષ્ટ કેપ્સૂલ, જ્યાં થાકેલા મુસાફરો ઊંઘી શકે છે અને આરામ કરી શકે છે, તે એરપોર્ટ પર શહેરના સ્ટાર્ટ અપ અર્બન નેપ (Urban Nap) દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો..

આધાર નંબર ને શેર કરતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખો..

‘એરપોર્ટ પર સ્લીપિંગ પોડ્સ એક નવો ઉમેરો છે. અત્યારે, તે પરીક્ષણના તબક્કામાં છે. મુસાફરોના પ્રતિસાદના આધારે અમે આવનારા દિવસોમાં વધુ આવા પોડ ઉમેરીશું અને તેને પે એન્ડ સ્લીપના ફેરવી શકીએ છીએ’, તેમ SVPI એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું. ડોમેસ્ટિક ડિપાર્ચર એરીયામાં સિક્યુરિટી હોલ્ડ પર પોડ રાખવામાં આવ્યા છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five + 10 =

Back to top button
Close