
ભારત સંરક્ષણ ક્ષેત્રે પોતાની સ્થિતિ મજબૂત કરવા પર ભાર આપી રહ્યું છે. ભારત અને ફ્રાન્સે સંરક્ષણ ક્ષેત્રે એક બીજાને સહયોગ આપવા પગલાં લીધાં છે. ફ્રાન્સે રાફેલ ફાઇટર એરક્રાફ્ટ અને પેન્થર હેલિકોપ્ટર પર ભારતને મોટી ઓફર કરી છે. હવે ફ્રાન્સના પેન્થર યુટિલિટી ચોપર ભારતમાં 100 ટકા એસેમ્બલ થશે.

આ ઉપરાંત રફાલ ફાઇટર જેટની એસેમ્બલી લાઇનને ફક્ત ભારતમાં 70 ટકા સુધી બદલી શકાય છે. આ ભારતના મેક ઇન ઇન્ડિયા અભિયાનને આગળ વધારવામાં મદદ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને દેશોમાં ટેકનોલોજી સ્થાનાંતરિત કરવા અંગે ચર્ચા થઈ છે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના રાજદ્વારી સલાહકાર ઇમેન્યુઅલ બોન, ભારત અને ફ્રાન્સ વચ્ચેના વાર્ષિક વ્યૂહાત્મક સંવાદ માટે ગત સપ્તાહે દિલ્હીમાં હાજર હતા. આ સમય દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા થઈ હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર વધુ રાફેલ લડાકુ વિમાનો ફ્રાન્સથી ખરીદી શકાય છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં તેમને એસેમ્બલ કરવાથી ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે.
ભારતીય નૌકાદળ મધ્યમ રેન્જના હેલિકોપ્ટર ખરીદવા વિચારે છે. કોઈપણ સીઝનમાં એરબસ AS565 MB નો ઉપયોગ કરી શકાય છે. તે એક મલ્ટિ-રોલ મીડિયમ હેલિકોપ્ટર છે, જે શિપના ડેક, ઑફશોર લોકેશન અને લેન્ડ બેસ્ડ સાઇટ્સના ઓપરેશન માટે બનાવવામાં આવ્યું છે.
આ અઠવાડિયે ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક સંવાદમાં, ભારતની અણુ ઉર્જા નિગમની 9,900 મેગાવોટની જેતાપુર અણુ ઉર્જા રચના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વાતચીત દરમિયાન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ હાજર હતા. વિદેશ વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશોએ આતંકવાદ વિરોધી, સાયબર સુરક્ષા, સંરક્ષણ સહયોગ, દરિયાઇ સુરક્ષા, પ્રાદેશિક અને વૈશ્વિક બાબતો અને ભારતીય પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ સહિતના અનેક મુદ્દાઓની ચર્ચા કરી હતી.