ગુજરાત

લોન મેળવવા માટેની જાહેરાત આપીને લાખો રૂપિયાની છેતરપીંડી..

સમાચારપત્રોમા લોનની જાહેરાત આપી છેતરપીંડી કરનાર વડોદરાનું ઠગ દંપતી પોલીસની પકડમાં..
ગુજરાતના જુદા જુદા જીલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમા રહેતા જરુરીયાતમંદ લોકોને વિવિધ પ્રકારની લોન મેળવવા માટેની જાહેરાત સમાચારપત્રોમા આપીને લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર વડોદરાના ઠગ દંપતીઁને પંચમહાલ સાયબર ક્રાઇમ પોલીસે વડોદરાથી પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 પ્રાપ્ત વિગતો અનુસાર પર્સનલ લોન આપવાના બહાને આગડીયામા નાણા ભરાવીને છેતરપીંડી કરનાર ઈસમો સામે નોધાયેલ ગુના અને અરજીના કામે સમાચારપત્રોમા આપેલા મોબાઇલ નંબરનૂ ટેકનીકલ એનાલિસીસ જાણ કરતા તેનો ઉપયોગ વિવિધ પ્રકારનુ લોન આપવાનુ કૌભાડ કરનાર અને વડોદરા ખાતે રહેતા હોવાનુ તપાસમા બહાર આવ્યુ હતૂ. આથી ટેકનિકલ એનાલીસીસના આધારે રક્ષાબેન મિતેશકુમાર શાહ અને મિતેશ કુમાર કનૈયાલાલ રહે ૩૩ મહેશનગર સોસાયટી સોમાતળાવ ડભોઈ રોડ વડોદરાથી તેમની અટક કરવામા આવી હતી.તેમની પુછપરછ કરતા જણાવ્યુ હતુ કે તેઓ સમાચારપત્રોમા જાહેરાત આપતા હતા.જે લોકો લોન મેળવવા માટે ફોન કરતા તેઓ ચિરાગ સોની,નિશા પટેલ,અનિતા ગૂપ્તા જેવા નામો જણાવીને બેંકના લોન વિભાગમાથી બોલૂ છુ.

તેમ જણાવીને વિશ્વાસમા લઈને ડોકયૂમેન્ટ મંગાવીને લેપટોપમાં ડાઉનલોડ કરી લેતા હતા.પછી તેઓ ભોગ બનનારને લોન એપ્રુવ્ડ થયા બાદ જે બેંકમાથી લોન મંજૂર થયા બાબતે જે બેંક માથી લોન મેળવવા માગતા હોય તે બેઁકનો ખોટો સેન્શન લેટર ભોગ બનનારને મોકલી આપતા હતા.પછી બેંકના નામે બલ્ક મેસેજ કરીને લોન મંજૂર થઈ ગયેલી છે.તમારો ચેક નજીકની સ્થળે આવેલી કુરીયર સેન્ટરમા મોકલી આપેલ છે.તેમ કહીને પોતાની પ્રોસેસિંગ ફી આંગડીયામા જમા કરાવતા હતા.

જે નાણા આંગડીયા માથી મિતેશ સોનીચિરાગ સોનીના નામે મંગાવતો હતો.અને રોકડ રકમ લઇ લેતો.જ્યારે ભોગ બનનાર તેમના ચેક બેંકમા જમા કરાવતા બાઉન્સ થતા ત્યારેબેંકમા પ્રોબ્લેમ હશે.કલીયર થતા બેંક તમારા ખાતામા લોન જમા કરાવી દેશે.તેવી ખાત્રી આપતા હતા.પંચમહાલના ગોધરા ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની શરૂઆત પંચમહાલ તેમજ દાહોદ અને મહિસાગર જીલ્લાની જનતા માટે આર્શિવાદ સમાન બની રહી છે.તેટલુ જ નહી અહી ફરજ બજાવતો સ્ટાફ પણ જનતાને મદદ કરવા જાગૃત બની ખડેપગે કામ કરી રહ્યો છે.

લોન બાબતે છેતરપીંડી આચરનાર વડોદરાના દંપતીને પકડવામા પી.આઈ જે.એન.પરમાર પી.આઈ. એચ.એન પટેલ,પી.એસ.આઈ બી.આર. ક્રિશ્ર્યિન તથા આર્મ.પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઇ તથા નરેશભાઈ તેમજ સાયબર ક્રાઇમ પોલીસ મથકની ટીમને ગોધરા રેંન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડાનુ  માર્ગદર્શન સવિશેષ રહ્યુ હતુ.

This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 − seven =

Back to top button
Close