દ્વારકા જિલ્લામાં શિવરાજપુર બીચ પર જિલ્લા કલેકટર દ્વારા ધ્વજારોહણ

સ્વચ્છ ભારત અભિયાન એ ભારત સરકાર દ્વારા શરુ કરાયેલું અત્યંત નોંધપાત્ર બનેલું સ્વચ્છતા અભિયાન છે. પ્રધાનમંત્રીએ ઇન્ડીયા ગેટ આગળ સ્વચ્છતા અન્વયે કરેલ પ્રતિજ્ઞા બાદ આ અભિયાન રાષ્ટ્રીય ચળવળ બની ગયું જેનો એક માત્ર ઉદેશ સ્વચ્છ ભારત હતો. આંતરાષ્ટ્રીય દરિયાકાંઠા સ્વચ્છતા દિવસ એ પ્રતિક છે જે માનવ સમુહને સાથે મળીને પોતાને દરીયાકીનારો સાફ અને સ્વચ્છ રાખવા તરફ કટિબધ્ધ કરેલ છે. ભારતે આ ઝુંબેશને સમગ્ર વર્ષ માટે મુખ્ય અભિયાન તરીકે આગળ ધપાવી અને ઘણા જ મહત્વના અભિયાનો જેવા કે “આઇ એમ સેવિંગ માય બીચ” અને સ્વચ્છ નિર્મળ તટ અભિયાનને પડકાર રૂપે આગળ વધારી પ્રતિકાત્મક પહેલ કરી છે. આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સ્વચ્છતા દિવસના પ્રસંગે વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય તેમજ સોસાયટી ઓફ ઇન્ટીગ્રેટેડ કોસ્ટલ મેનેજમેન્ટ (સાઇકોમ) ના સંયુકત ઉપક્રમે ભારત દેશનું પોતાનું ઇકો-લેબલ BEAMS અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિવરાજપુર બીચ ખાતે I#AM#SAVING#MY#BEACH સુત્ર ધરાવતા ધ્વજ આરોહણ સમારોહ ઇન્ટરનેટનાં માધ્યમથી આયોજિત કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા શિવરાજપુર બીચ ખાતે ધ્વજ આરોહણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે બ્લ્યુ ફલેગ પ્રમાણપત્ર અન્વયે પસંદગી પામેલા ભારતના અન્ય આઠ બીચ પર પણ એક સાથે ધ્વજ આરોહણ કરવામાં આવ્યું હતું. વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય ઇન્ટરનેટ વેબિનારના માધ્યમથી ડીઝીટલ ધ્વજ આરોહણ કરવામાં આવ્યું. જયારે ભૌતિક સ્વરૂપે જે તે રાજય – કેન્દ્રશાસિત પ્રદેશના ધારાસભ્ય- બીચ મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષના હસ્તે ધ્વજારોહણ સમારોહ સંપન્ન કરવામાં આવ્યો હતો. આ સાથે વેબિનારનું પણ આયોજન સચિવ અરવિંદકુમાર નોટિયાલ (વન અને પર્યાવરણ મંત્રાલય)ના અધ્યક્ષ સ્થાને તેમજ શંકર પ્રસાદ, અધિક સચિવ, વન અને પર્યાવરણ મંત્રાલય તેમજ વિશ્વબેંકના રાષ્ટ્રીયભૂમિ નિયામકની હાજરીમાં કરવામાં આવ્યું હતું. BEAMS પ્રોગ્રામનો મુખ્ય ઉદેશ દરિયાઇ પાણીનાં પ્રદુષણ ઘટાડવું, કાંઠા વિસ્તાર પર ટકાઉ બીચ સુવિધાઓ વિકસાવવી, દરિયાઇ નિવસનતંત્ર અને દરિયાઇ સ્ત્રોતોનું સંરક્ષણ તેમજ બીચ પર આવતા મુલાકાતિઓ માટે દરિયાઇ પર્યાવરણ અને નિયમોને ધ્યાને રાખી દરિયાકાંઠા પર સ્વચ્છતા અને સફાઇના સર્વોચ્ય ધારાધોરણોની જાળવણી કરવી તે સ્થાનિક પ્રાધિકરણ અને અન્ય સ્થાનિકો માટેનો સૌથી મોટો પડકારને નિયંત્રિત કરવાનો છે.
પરિણામે એક રાષ્ટ્ર તરીકે આપણા દરિયાકિનારાની સ્વચ્છતાનાં સર્વોતમ ધારાધોરણ પ્રસ્થાપીત કરવામાં સિધ્ધિ મળી છે જેનો આજે વિશ્વનાં સાફ અને સ્વચ્છ દરિયાકાંઠા વિસ્તારમાં પસંદગી કરેલા બીચનો સમાવેશ થાય છે. સાઇકોમ દ્વારા આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા વિસ્તાર વ્યવસ્થાપન યોજનાના ભાગરૂપે BEAMS પ્રોગ્રામ અંતર્ગત દરિયાઇ વિસ્તારના ટકાઉ વિકાસ માટે ખાસ ધારાધોરણ ધરાવતી નીતિ તૈયાર કરવામાં આવી છે. ગુજરાત રાજયનાં પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ તરીકે ગુજરાત ઇકોલોજી કમીશન, ગાંધીનગર કાર્યરત છે. જેના સૌજન્ય અને રાજય સરકારના સહયોગથી વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા શિવરાજપુર બીચને આજે ગુજરાતનો એકમાત્ર ઉચ્ચ ધારાધોરણ ધરાવતા બીચ તરીકે પ્રવાસન માટે વિકસાવવામાં આવે છે પ્રસ્તૃત સમારોહમાં બીચ મેનેજમેન્ટ કમિટિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.