આંતરરાષ્ટ્રીય
મોસ્કોમાં વિદેશ મંત્રીઓની મુલાકાત લેતા પેહલા જ પૈંગોંગમાં ફાયરિંગ.

ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં રોજ ને રોજ તણાવ વધી રહ્યો છે.
આવી પરિસ્થિતિમાં પણ બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. ત્યાંજ એલએસી પર ફાયરિંગ અંગે એક નવો ઘટસ્ફોટ થયો છે. જાણવા મળ્યા મુજબ વિદેશમંત્રી એસ.કે. જયશંકર અને તેના ચીની સમકક્ષ વાંગ યીની મુલાકાત લેતા પહેલા જ બંને સેના વચ્ચે પેંગોંગ નજીક ફાયરિંગ થયું ચાલુ થઈ ગયું હતું.
બંને તરફથી 100-200 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ફાયરિંગની ઘટના ત્યારે બની જ્યારે બંને દેશોની સેના ફિંગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.આ અગાઉ પણ ચૂશુલ સેક્ટરમાં ફાયરિંગની ઘટના થઈ હતી.એલએસી પર થોડા જ દિવસોમાં ત્રણ વખત ભારત અને ચીની સેના વચ્ચે ફાયરિંગની ઘટના બની છે.
અત્યાર સુધી ચીન કે ભારતે આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.