
અભિનેત્રી પાયલ ઘોષે બોલિવૂડ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. પાયલે આરોપ લગાવ્યો છે કે અનુરાગ કશ્યપે તેની સાથે બળજબરી કરી હતી. અભિનેત્રીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે તે જાતીય સતામણીના અનુરાગ કશ્યપ ને 2014-15ની આસપાસ મળી હતી. જ્યાં તેણે તેને બળજબરીથી નશો કરવાનો પ્રયાસ કર્યો હતો. પાયલ ઘોષ તેના ખુલાસાઓ પછી અચાનક હેડલાઇન્સમાં છે.અનુલગ કશ્યપ પર આરોપ લગાવ્યા બાદ પાયલ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહી છે. લોકોમાં પાયલ ઘોષની ભારે ચર્ચા થઈ રહી છે.

જણાવી દઈએ કે, પાયલ ઘોષ હિન્દી સિનેમા સાથેની સાઉથ અને પંજાબી ફિલ્મોનો ભાગ રહી છે. પાયલે પરેશ રાવલ અને રૂષિ કપૂર જેવા સ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે.પાયલ ઘોષે 2017 બોલીવુડમાં પટેલની પંજાબી શાદીથી એન્ટ્રી કરી હતી ફિલ્મમાં તે રૂષિ કપૂર અને પરેશ રાવલની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.

આ સિવાય પાયલ ટીવી વર્લ્ડના લોકપ્રિય શો સાથ નિભાના સાથિયાનો પણ એક ભાગ રહી ચુકી છે. તે શોમાં રાધિકાના રૂપમાં જોવા મળી હતી.પાયલ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરોને કારણે હેડલાઇન્સમાં રહે છે. પાયલે ઇંગ્લિશ ટેલિફિલ્મ શાર્પ્સ પેરિલ સાથે 17 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી.
આટલું જ નહીં પાયલ કેનેડિયન ફિલ્મમાં પણ જોવા મળી છે. ફિલ્મમાં, તેણીએ એક શાળાની છોકરીની ભૂમિકા ભજવી હતી જે તેના પાડોશીના નોકર સાથે પ્રેમમાં પડે છે.