મનોરંજન

જાણો શુ કામ સલમાન ખાન બિગ બૉસ 14 માટે લેશે પૈસા ઓછા…

સલમાન ખાન આ વર્ષે બિગ બૉસ માં ઓછા પૈસા લેશે. તે દર વર્ષે કહે છે કે આગામી સીઝનને તે હોસ્ટ નહીં કરે, પરંતુ અંતે તે જ હોસ્ટ કરે છે.

તે આ શોના એક એપિસોડ માટે 20 કરોડ અને ટોટલ 450 કરોડ રૂપિયા ચાર્જ કરવાનો એવી ચર્ચા હતી. જોકે આ શોને ગઈ કાલે લૉન્ચ કરવામાં આવ્યો હતો અને એ દરમ્યાન સલમાને કહ્યું હતું કે તે આ શો માટે તેના પૈસા ઓછા લઈ રહ્યો છે. લૉકડાઉનને કારણે ઘણા લોકોની નોકરી ગઈ છે અને પૈસા ન આવતા હોવાથી તેણે પૈસા ઓછા લેવાનું નક્કી કર્યું છે.

આ પૈસા ઓછા લેવાનું કારણ એ છે કે વધુમાં વધુ લોકોને સેટ પર કામ મળી રહે અને તેમની સૅલરીમાં કટ ન આવે. સરકારના નિયમ મુજબ જેમ બને એમ ઓછી વ્યક્તિનો ઉપયોગ કરીને શૂટિંગ કરવું જોઈએ એવું કહેવામાં આવ્યું હતું. જોકે દર વર્ષે આ શોના સેટ પર જેટલા વ્યક્તિ હોય એ તમામને આ વર્ષે પણ કામ આપવામાં આવશે. એક પણ વ્યક્તિને તેના કામમાંથી કાઢવામાં નહીં આવે. આ સાથે જ સલમાને એ પણ કહ્યું હતું કે તે આ શોના ક્રૂ માટે તેના ફાર્મહાઉસમાંથી શાકભાજી અને અનાજ મોકલશે જેથી તેઓ સુરક્ષિત રહે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − 14 =

Back to top button
Close